________________
પ્રથમ ખંડ
: ૩૯ : એટલે કે, જેમ બીજના અત્યન્ત બળી જવા પછી અંકુર ઉત્પન્ન થતું નથી, તેમ કર્મરૂપી બીજ સર્વથા બળી ગયા પછી સંસારરૂપી અંકુરે ઉત્પન્ન થતું નથી.
સંસારને સંબંધ કર્મસંબંધને અધીન છે અને કર્મને સંબંધ રાગદ્વેષમેહની ચિકાસને અધીન છે. જેઓ પૂર્ણ નિર્મળ થયા છે–કર્મ લેપથી સર્વથા રહિત થયા છે, તેઓને રાગદ્વેષમેહની ચિકાસ હોય જ શાની? અને અએવ તેમને કર્મને પુનઃ સંબંધ થવાની કલ્પના પણ શી? અને એથી જ સંસારચક્રમાં તેમનું પુનરવતરણ અસંભવિત માનવામાં આવે છે. સર્વ કર્મોને ક્ષય થઈ શકે છે
આ સ્થળે એક એ પ્રશ્ન થાય છે કે આત્માની સાથે કર્મને સંગ જ્યારે અનાદિ છે, તે અનાદિ કર્મને નાશ કેમ થઈ શકે? કારણ કે અનાદિ વસ્તુને નાશ થતું નથી એ નિયમ છે. આ પ્રશ્નના સમાધાનમાં સમજવાનું એ છે કે આત્માની સાથે નવાં નવાં કર્મો બંધાતાં જાય છે અને જૂનાં જૂનાં ખરી પડે છે, એટલે આ સ્થિતિમાં કઈ પણ કર્મ પુદ્ગલ–વ્યક્તિ આત્માની સાથે અનાદિ સંયુક્ત નથી, કિન્તુ જુદા જુદા કર્મના સંગને પ્રવાહ અનાદિકાળથી વહેતે આવે છે. સંસારી આત્માની સાથે હંમેશાંથી ભિન્ન ભિન્ન કર્મયુગના સંગ સતત થતા રહેવાથી કમબન્ધને પ્રવાહ અનાદિ છે છતાં દરેક કર્મયુગલ-વ્યક્તિને સંગ આદિમાન છે. કર્મ બંધાયું એટલે એ કર્મબન્ધ આદિમાન થયે અને આદિમાન થયો એટલે એ કમ ગમે ત્યારે પણ જીવથી ખસવાનું જ. અતએવ કઈ કર્મયુગલ–વ્યક્તિ આત્માની સાથે શાશ્વતપણે સંયુક્ત રહેતી નથી. તે પછી શુકલધ્યાનના પૂર્ણ બળે નવાં કર્મ બંધાતાં અટકવા સાથે જૂનાં કર્મ ખરી પડે એમ બનવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org