________________
:૩૬ :
જૈન દર્શન જેને ખુજલી આવતી હોય, તેને જ ખણવામાં કંઈક આનંદ ભાસે છે, બીજાને તે તરફ રુચિ થાય જ શાની? એ પ્રમાણે જેએને મેહવાસનાઓ વળગેલી છે તેઓને જે મેહચેષ્ટાઓ મજાની લાગે, બીજાઓને (વિરક્ત કે મુક્ત આત્મા એને) તે માની લાગે જ શાની? વૈષયિક મેહવૃત્તિ ખરેખર ખુજલી જેવી શરૂઆતમાં કાંઈક આનંદ દેખાડનાર, પણ પાછળથી પરિતાપ પેદા કરનાર બને છે. મેહરૂપી ખુજલી જેમની બિલકુલ શાન્ત થઈ ગઈ છે એવા મુક્ત પરમાત્મા પિતાના નિર્મલ ચિત્ત-રૂપમાં સદાનંદિત છે. આ પ્રકારનું (આત્મજીવનની પૂર્ણ નિર્મલ દશાનું) જે સુખ તે જ પરમાર્થ અને પૂર્ણ પવિત્ર સુખ છે. આવા પરમશુદ્ધ, પરમતિ , પરમાનન્દ પરમાત્માઓને માટે શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ, નિરંજન, પરબ્રહ્મ વગેરે નામે શાસ્ત્રકારોએ જ્યાં છે. - મેક્ષની પ્રાપ્તિ મનુષ્ય શરીર દ્વારા જ થાય છે. સ્વર્ગીય દેવે સ્વભાવ મુજબ વિરતિરહિત હોવાથી દેવગતિમાંથી મોક્ષનું પરમ ધામ પામી શકતા નથી. મોક્ષને ગ્યા તે ભવ્ય. અભવ્ય દશાવાળા મેક્ષને યોગ્ય નથી. ઇશ્વર
જૈનશાસ્ત્ર મુજબ ઈશ્વરનું લક્ષણ છે “રિલીઝ૪ ફશ્વર:” અર્થાત્ જેનાં સમગ્ર કર્મોને નિમૂલ ક્ષય થયે છે તે ઈશ્વર છે ઈશ્વરે પૂર્વે બતાવેલી મુક્તિ-અવસ્થાને પામેલા પરમાત્મા એથી જુદા પ્રકારને નથી, કિનઈશ્વરનું લક્ષણ અને મુક્તિનું લક્ષણ એક જ છે. મુક્તિને પામવું એ જ ઇશ્વરત્વનું લક્ષણ છે, એ જ ઈશ્વરત્વની પ્રાપ્તિ છે. “ઈશ્વર” શબ્દને અર્થ “સમર્થ” એ થતું હોઈ પિતાના જ્ઞાનાદિ પૂર્ણ શુદ્ધ સ્વરૂપે પૂર્ણ સમર્થ થનાર માટે “ઈશ્વર” શબ્દ બરાબર લાગૂ પડી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org