________________
પ્રથમ ખંડ
: ૩૭ : જૈનશાસ્ત્રો કહે છે કે મોક્ષપ્રાપ્તિનાં કારણે–સમ્ય જ્ઞાન અને સમ્યફ ચારિત્રને અભ્યાસ વધતાં વધતાં જ્યારે પૂર્ણ સ્થિતિ ઉપર આવે છે, ત્યારે આવરણ-બળે સર્વથા છૂટી જાય છે અને આત્માનું જ્ઞાન આદિ સકલ સ્વરૂપ પૂર્ણ પ્રકાશ માન થાય છે. આ સ્થિતિએ પહોંચવું એ જ ઈશ્વરત્વ છે જે આત્મા પિતાના સ્વરૂપવિકાસના અભ્યાસમાં આગળ વધે, પરમાત્મસ્થિતિએ પહોંચવાને યથાવત્ પ્રયત્ન કરે તે બરાબર ઈશ્વર થઈ શકે છે એમ જૈન શાઅને સિદ્ધાન્ત છે. ઈશ્વર વ્યક્તિ એક જ છે એ જૈન સિદ્ધાન્ત નથી. એમ છતાં પર માત્મસ્થિતિએ પહોંચેલા સર્વ સિદ્ધો એકસરખા નિરાકાર હેઈ, દીપતિની જેમ પરસ્પર મળી જવાથી સમષ્ટિરૂપે, સમુ
ઐયરૂપ તે બધાને “એક શબ્દથી કથંચિત્ વ્યવહાર થઈ શકે છે. જુદી જુદી નદીઓ કે જુદા જુદા કૂવાઓનું ભેગું કરેલું પાણી જેમ પરસ્પર એકમેક થઈ જાય છે અને એમાં કશે ભિન્નભાવ જણાતું નથી, તેમ જ એકરૂપે એને વ્યવહાર થાય છે, તે પ્રમાણે પ્રકૃતિમાં પણ જુદા જુદા જલની પેઠે મળેલા સિદ્ધો વિષે “એક ઈશ્વર” કે “એક ભગવાન ” એ વ્યવહાર થવે અસંગત કે અઘટિત નથી.
* સામાન્ય કેવલજ્ઞાનીઓના કરતાં તીર્થકરે પુણ્યકર્મપ્રકૃતિના મહત્તર પ્રભાવને લીધે અને ધર્મના એક મહાન પ્રભાવશાલી પ્રકાશક તરીકેની દષ્ટિએ બહુ ઉચ્ચ કેટી પર છે. પરંતુ આત્મવિકાસ એ બન્નેને એકસરખો છે. નિરાવરણદશાસભ્ભત જ્ઞાનપૂર્ણતા યા પરમાત્મદશા એ બન્ને પ્રકારના કેવલીઓમાં પૂર્ણ સમાન હોવાથી એ બન્ને (તીર્થકર અને સામાન્ય કેવલી) પરમાત્મા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org