________________
કામ લેવાનું જ છે અને ન નથી. અ
પ્રથમ ખંડ
: ૩૫ : ગરમીના તાપ વખતે પહેરવાં ગમતાં નથી. બહુ બેસવાવાળાને ચાલવાનું મન થાય છે અને બહુ ચાલવાવાળાને બેસવાનું, આરામ લેવાનું મન થાય છે. કામગ શરૂઆતમાં જે અનુકૂળ ભાસે છે, અન્તમાં તે જ પ્રતિકૂળ લાગે છે. આ બધી સંસારની સ્થિતિ કેવી છે? જે સુખનાં સાધને સમજાય છે તે માત્ર ક્ષણિક શાંતિ સિવાય શું સુખ ઉત્પન્ન કરનારાં છે? પાકેલું ગુમડું જ્યારે ફૂટી જાય છે, ત્યારે “હા...શ’ કરીને જે સુખ અનુભવાય છે, તે યથાર્થમાં સુખ છે? નહિ. માત્ર તે વેદનાની શાન્તિ છે. વિષયાનુષંગમાં જે સુખ જણાય છે તે વેદનાની શાન્તિ+ સિવાય બીજું કંઈ છે? અને એ શાન્તિ પણ કેટલા વખતની? ક્ષણવારમાં એ ઊડી જાય છે, અને પાછા અશાન્તિને વંટોળ ચડી આવે છે. એ થેડી શાન્તિ પણ કંઈ નક્કર નથી હોતી, પલી અને ગ્લાનિયુક્ત હોય છે. દુનિયામાં રાગ-દ્વેષની ગડમથલ અને કામ-ક્રોધના બળાપો કંઈ ઓછા છે? રેગ-શેકનાં આક્રમણે કંઈ ડાં છે? આ બધી સ્થિતિ શું સુખરૂપ છે? શાન્તિ કે તૃપ્તિની માત્રા કસ્તાં અશાન્તિ કે અતૃપ્તિની માત્રા કેટલીયે ગણી વધારે નથી?
+ तृषा शुष्यत्यास्ये पिबति सलिल स्वादु सुरभि,
क्षुधार्तः सन् शालीन् कवलयति शाकादिवलितान् । प्रदीप्ते कामाग्नौ सुदृढतरमाश्लिश्यति वधू, प्रतीकारी व्याघेः सुखमिति विपर्यस्यति जनः ।
(મહાત્મા ભર્તુહરિ વૈરાગ્યશતક) અર્થાત-તૃષાથી મોટું સુકાતાં માણસ મિષ્ટ પાણી પીએ છે, ભૂખ્યો થતાં શાક વગેરેની સાથે ભાત ખાય છે અને કામાગ્નિ પ્રજવલિત થતાં સ્ત્રીને સંગમ કરે છે, અને આ રીતે વ્યાધિને (કષ્ટનો) જે પ્રતિકાર તે સુખ છે એમ ઊંધું સમજે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org