________________
: ૩૪ :
જૈન દર્શન
કરે છે, અને તત્ક્ષણાત્ સીધુ ઊર્ધ્વ ગમન કરતા ક્ષણમાત્રમાં લેકના અગ્રભાગ ઉપર અવસ્થિત થાય છે. આ અવસ્થાને કહે છે-
માક્ષ
મન્ધહેતુના અભાવથી અને નિરાથી કમને આત્યંતિક ક્ષય થવા એ મેક્ષ છે. મેાક્ષ એટલે સર્વ કર્મના ક્ષય. સર્વ કર્મના ક્ષય થતાં ઊધ્વગમન થયું. એ આત્માના સ્વભાવ છે, એ વિષે તુંબડીનું ઉદાહરણ પહેલાં અપાઈ ગયુ છે. ઊર્ધ્વગમન કરતા આત્મા લેાકના અગ્રભાગે પહેાંચી અટકી જાય છે અને ત્યાં જ અવસ્થિત થાય છે. ત્યાંથી આગળ ગમન કરી શકતા નથી, કારણ કે પહેલાં કહેવાઇ ગયુ છે તેમ, લેાકના અગ્રભાગથી આગળ ગતિ કરવામાં સહાયભૂત ‘ધર્માસ્તિકાય ' પદાર્થ નથી, અને એનામાં ગુરૂત્વ તથા કોઈ કર્મજન્ય પ્રેરણા ન હેાવાથી ત્યાંથી પાછો નીચે કે તિા જાય જ નહિ.
ઉપર્યું ક્ત મુક્ત અવસ્થામાં સમગ્ર કર્માંની ઉપાધિ છૂટી જવાને લીધે શરીર, ઇન્દ્રિય અને મનના સર્વથા અભાવ થવાથી જે સુખ નિબન્ધન નિરુપાધિ મુક્ત આત્માએ અનુભવે છે, તે અનિર્વાચ્ય, અનુપમેય છે, તે સ્વભાવસિદ્ધ પરમ સુખની આગળ સમગ્ર ત્રિલેાકીને વૈષયિક આનંદ કઇ હિંસામમાં નથી ઘણાએ શંકા કરે છે કે મેક્ષમાં શરીર નથી, વાડી-લાડી-ગાડી નથી, તે ત્યાં સુખ શું હોઈ શકે ? પર`તુ કેમ ભૂલાય છે કે આત્માની હેરાનગતિ એકમાત્ર વિષયવાસનાને આભારી છે ? વિષયવાસનાના સત્તાપ એ જ સંસારના સતાપ છે. માલ-મિષ્ટાન્ન ઉડાવવામાં જે મઝા પડે છે, તેનું કારણ માત્ર ભૂખની પીડા છે. પેટ ભરાઇ ગયેલું હાય તે। અમૃતસમાન ભેાજન પણુ ગમતુ નથી. ટાઢની પીડા દૂર કરવા જે વક્રો પહેરવામાં આવે છે, તે જ વસ્ત્રો
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org