________________
પ્રથમ ખંડ
વનાર કર્મ પુદ્ગલ તે “જ્ઞાનાવરણ” કર્મ, સુખ-દુઃખને અનુભવાવવાને સ્વભાવ ધરાવનાર કર્મ પુદ્ગલ તે “વેદનીય’ કર્મ. ઉપર કહ્યું તેમ પ્રકૃતિ અર્થાત્ સ્વભાવ બંધાવા સાથે જ, જીવની સાથે એ કર્મ પુદ્ગલ ક્યાં સુધી બંધાઈ રહેશે એની કાળમર્યાદા પણ બંધાઈ જાય છે. આ કાળમર્યાદાનું નિર્માણ તે સ્થિતિ–બબ્ધ. પ્રકૃતિના બધ અર્થાત્ સ્વભાવના નિર્માણ સાથે જ તેમાં તીવ્ર કે અતિ તીવ્ર, મન્દ કે મધ્યમ પ્રકારે ફળ ચખાડવાની શક્તિ પણ નિર્મિત થઈ જાય છે. આ પ્રકારની શક્તિ કે વિશેષતા જે બંધાય છે તે અનુભાવ–બબ્ધ. જીવથી ગ્રહણ કરાઈ ભિન્ન ભિન્ન સ્વભાવમાં પરિણામ પામતે કર્મ, પુદ્ગલસમૂહ સ્વભાવદીઠ અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે તે પરિમાણવિભાગ એ પ્રદેશ–અબ્ધ. બન્ધના આ ચાર પ્રકારમાં પ્રકૃતિ-બન્ધ અને પ્રદેશબન્ધ વેગને (મન-વચન-કાયના વ્યાપારને) આભારી છે; કેમકે અકષાયી આત્માને પણ તેના કેવળ “ગ”ને જ કારણે કર્મ બંધાય છે, અલબત્ત તે ક્ષણિક હોય છે. અને સ્થિતિબન્ધ તથા અનુભાવબન્થ એ કષાયને આભારી છે. આમ, કષાય અને વેગ એ બે કર્મબન્ધના તુઓ છે.
વિગતથી વિચારતાં કમબન્ધના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ છે. આત્મા વિષેની અશ્રદ્ધા અથવા આત્મભાવનાને અભાવ એ “મિથ્યાત્વ છે. હિંસા આદિ દોથી ન વિરમવું અને ભેગમાં આસક્તિ તે “અવિરતિ.”
પ્રમાદ” એટલે આત્માનું વિસ્મરણ, અર્થાત્ કુશલ કાર્યોમાં આદર ન રાખવો તે, કર્તવ્ય-અકર્તવ્યની સ્મૃતિમાં સાવધાન ન થવું તે. કોધ, લેભ આદિ વિકારે તે “કષાય.” મન-વચન -કાયની પ્રવૃત્તિ તે “ગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org