________________
= ૩૦ :
જૈન દર્શન જેમ, તળાવમાં નાળા આદિનાં દ્વારથી પાણી વહેતુ આવે છે, અને તે દ્વાર બંધ કરી દેવાથી પાણી આવતું બંધ થઈ જાય છે અથવા યાનપાત્ર(વહાણ)માં છિદ્રો દ્વારા પાણી અંદર પેસે છે, અને તે છિદ્રો પૂરી દેવાથી પાણી અંદર પેસતું બંધ થઈ જાય છે એ પ્રમાણે “યોગ” (મન-વચન-કાયના વ્યાપાર), જે “આસવ” છે, અર્થાત્ કર્મના આવવાનાં દ્વાર છે, તેમનાથી કર્મ-દ્રવ્ય ખેંચાઈ આત્મામાં ભરાય છે. પણ એ માર્ગો (કર્મ પ્રવેશના માગે) જ્યારે બંધ થાય છે ત્યારે કર્મ-દ્રવ્ય આવતું બંધ થઈ જાય છે. જેમ કપડા વગેરેને રજ લાગે એવા બારી -બારણાંના માર્ગ જે બંધ કરી દેવાય તે એને રજ લાગતી નથી, તેમ “ગ” રૂપ (આસવ) દ્વાર જ્યારે બંધ થઈ જાય છે ત્યારે આત્માને કર્મ—દ્રવ્ય મુદ્દલ લાગતું નથી. આ સ્થિતિ જીવન્મુક્તના નિર્વાણ સમયના છેલ્લા ક્ષણે પ્રાપ્ત થનારી છે. નિર્વાણ થવા પહેલાં શરીરના સંબંધે મન-વચન-કાયાના “ગ” વિદ્યમાન હવાથી “ગરૂપ આસવ દ્વારા એને (જીવન્મુક્તને) [અને અકષાયી આત્માને કિંચિત્ કર્મ-દ્રવ્ય લાગે છે, પણ તે કષાય-પ્રમાદરહિત કેવલ “ગથી આકૃષ્ટ હેવાથી લાગતાંની સાથે જ ક્ષણે માત્રમાં જ ખરી પડે છે–બિકુલ સૂકી લાકડી પર રજ પડે અને તરત જ ખરી પડે તેમ. પરતુ મન-વચન-કાયના યોગે કષાય આદિથી દૂષિત હોય તે કર્મ-દ્રવ્ય આત્મા સાથે ચેટી જાય છે.
બહેતુઓ, ઉપર કહ્યા મુજબ, મુખ્યપણે કષાય અને વેગ એમ બે હોવા છતાં આધ્યાત્મિક વિકાસની ઉતરતીચડતી ભૂમિકારૂપ ગુણસ્થાનમાં બંધાતી કર્મપ્રકૃતિઓના તરતમભાવનું કારણ જણાવવા માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એમ ચાર બન્ધહેતુઓ બતાવવામાં આવ્યા છે. જે ગુણસ્થાને અન્ય હેતુઓ ઉક્ત ચારમાંથી જેટલા વધારે હોય તે ગુણસ્થાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org