________________
પ્રથમ ખંડ
: ૨૭ :
ગોત્રકર્મના બે ભેદો છે: ઉચ્ચગેત્ર અને નીચગેત્ર. પ્રશસ્ત કે ગહિંત સ્થાનમાં, સંસ્કારી કે અસંસ્કારી કુટુંબમાં જન્મ થ એ આ કર્મનું પરિણામ છે.
અન્તરાયકર્મનું કામ વિઘ્ન નાખવાનું છે. સગવડ હેય અને ધર્મને જાણકાર હોય, છતાં દાન ન આપી શકે એ આ કર્મનું ફળ છે. વૈરાગ્ય કે ત્યાગવૃત્તિ ન હોવા છતાં ધનને ભેગે પગ માણસ ન કરી શકે એ આ કર્મને પ્રભાવ છે. અનેક પ્રકારના બુદ્ધિપૂર્વક પ્રયાસો કરવા છતાં વ્યાપાર-ધંધામાં ફતેહમંદ ન થવાય અથવા નુકસાન ઉઠાવવું પડે એ આ કર્મનું કામ છે. શરીર પુષ્ટ હોવા છતાં ઉદ્યમશીલ ન થવાય એ આ કર્મનું પરિણામ છે.
કર્મ સંબંધી ટૂંક હકીક્ત કહેવાઈ ગઈ. જેવા પ્રકારના અધ્યવસાય હાય, કર્મ તેવા પ્રકારનું ચીકણું બંધાય છે, અને ફળ પણ તેવું ભેગવવું પડે છે. કર્મના બંધન સમયે તેની સ્થિતિ, અર્થાત્ કર્મ કેટલા વખત સુધી જીવનની સાથે બંધાઈ રહેશે એ કાળમર્યાદા પણ બંધાઈ જાય છે. કર્મ બંધાયા પછી તરત જ ઉદયમાં આવે, એમ સમજવાનું નથી. જેમ બીજ વાવ્યા પછી તરત પાક થતું નથી, તેમ કર્મ બંધાયા પછી અમુક વખત પસાર થયા બાદ તે ઉદયમાં આવે છે ઉદયમાં આવ્યા પછી કર્મ ક્યાં સુધી ભેગવવું જોઈએ એને નિયમ નથી; કારણ કે પૂર્વે (કર્મબંધના વખતે) બંધાયેલા સ્થિતિકાળમાં પણ આત્મપરિણામ પ્રમાણે ફેરફાર થઈ જાય છે.
કર્મનું બંધાવું એક રીતનું હોતું નથી. કેઈ કર્મ ગાઢ બંધાય છે, જ્યારે કઈ કમ અતિ ગાઢ, કઈ મધ્યમ પ્રકારનું તે કઈ શિથિલ બંધાય છે. જે કર્મ અત્યંત ગાઢ બંધાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org