________________
: ૨૬ :
જૈન દર્શન મેહ, એ બધું મેહનીય કર્મનું પરિણામ છે. મેહમાં અંધ બનેલાઓને કર્તવ્ય કે અકર્તવ્યનું ભાન રહેતું નથી. દારુ પીધેલ માણસ જેમ વસ્તુને વસ્તુસ્થિતિએ સમજી શકતા નથી અને ઉન્મત્ત બની ઉત્પથગામી બને છે, તેમ મેહની ગાઢ અવસ્થામાં મુકાયેલે પ્રાણી તને તવદષ્ટિએ સમજી શકતા નથી, અને અજ્ઞાનમાં તેમ જ ખોટી સમજમાં ગોથાં માર્યા કરે છે. મેહની અપાર લીલા છે. તેનાં ચિત્ર-વિચિત્ર અનંત ઉદા. હરણે સંસારમાં સર્વત્ર દશ્યમાન છે. આઠે કર્મોમાં આ કર્મ આત્મસ્વરૂપની ખરાબી કરવામાં આગેવાનીભર્યો ભાગ ભજવે છે. આ કર્મના બે ભેદ છેઃ તત્વદષ્ટિને ઇંધનારૂં “દર્શનમેહનીય અને ચારિત્રને અટકાવનારૂં “ચારિત્રમેહનીય.”
આયુષ્ય કર્મના ચાર ભેદો છે–દેવતાનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય અને નરકનું આયુષ્ય. જેમ પગમાં બેડી હોય ત્યાં સુધી માણસ બંધનમાંથી છૂટી શકતા નથી, તેવી રીતે મનુષ્ય, તિર્યંચ, દેવતા અને નારક એ ચારે ગતિઓના જી આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી ત્યાંથી છૂટી શકતા નથી.
નામકર્મના અનેક ભેદ-પ્રભેદે છે. પરંતુ ટૂંકમાં સારૂં યા ખરાબ શરીર, સારૂં યા ખરાબ રૂ૫, સુસ્વર યા દુઃસ્વર, યશ યા અપયશ વગેરે અનેક બાબતે આ કર્મ ઉપર આધાર રાખે છે. ભિન્નભિન્ન એકેન્દ્રિયાદિ જાતિ અને ભિન્નભિન્ન મનુષ્યાદિ ગતિ વગેરે નામકર્મના વિપાક છે. જેમ ચિતાર ભિન્નભિન્ન જાતનાં સારાં, બુરાં ચિત્રો બનાવે છે, તેમ પ્રાણીઓના વિવિધ દેહાકારે, રૂપાકારે, રચનાકારેનું નિર્માણ કરનાર આ કર્મ છે. શુભ નામકર્મથી શરીર વગેરે સારૂં મળે છે, અને અશુભ નામકર્મથી ખરાબ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org