________________
: ૨૪ :
જૈન દર્શન
થવાનું કાં નહિ બને? પહેલાં ક્યારેક ભૂતકાળમાં આત્મા પૂર્ણ શુદ્ધ હતા અને પછીથી એને રાગદ્વેષનો પ્રાદુર્ભાવ થયો, એમ માનવા જતાં, ભવિષ્યકાળમાં મુક્ત અવસ્થાની શુદ્ધ સ્થિતિએ પહોંચ્યા પછી ફરી પણ રાગદ્વેષને પ્રાદુર્ભાવ થવાની ઊભી થતી આપત્તિ શી રીતે હઠાવી શકાશે? આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે આત્માને રાગદ્વેષમેહને પરિણામ અમુક વખતથી ઉત્પન્ન થયેલ નથી, કિન્તુ એ અનાદિ છે.
જેમ અનાદિકાળથી માટીની સાથે મળેલ સુવર્ણને ઉજજવળ ચાકચિય-સ્વભાવ ઢંકાયેલે છે, તે પ્રમાણે આભા પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અનાદિસંયુક્ત કર્મપ્રવાહના આવરણથી ઢંકાયેલ છે. મલિન દર્પણને ઉટકવાથી, માંજવાથી તે ઉજજવળ થાય છે અને ઝગમગે છે, તેમ આત્મા ઉપરના કમ–મળ દેવાઈ જવાથી-દૂર થવાથી આત્મા ઉજજવળ બને છે અને પોતાના વિશુદ્ધ સ્વરૂપમાં પ્રકાશમાન થાય છે.
આ ઉપરથી જોઈ શકાય છે કે “આત્મા પહેલા અને પછી કમને સંબંધ” એમ માનવું બની શકતું નથી. ‘કર્મ પહેલું અને આત્મા પછી” એમ તે બેલાય જ નહિ એ ખુલું છે. કારણ કે એમ કહેવામાં આત્મા ઉત્પન્ન થનારે અને અતએવ વિનાશ કરે છે. એ સિવાય, આત્માના અભાવે “કમ વસ્તુ જ ઘટતી નથી. આ રીતે એ બન્ને પક્ષે જ્યારે ઘટી શકતા નથી, ત્યારે “આત્મા અને કર્મ એ બને હમેશાંથી સાથે છે-અનાદિ સંબંધ ધરાવે છે” એ ત્રીજો પક્ષ અર્થાત સિદ્ધ થાય છે.
જૈનશાસ્ત્રમાં કર્મના મુખ્ય આઠ પ્રકારે બતાવ્યા છે– જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, શેત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org