________________
પ્રથમ ખંડ
: ૨૩ : પણ “સંવર” છે. આમ અટકવું” અને જેનાથી અટકે તે બને “સંવર’ કહેવાય “સુ” ધાતુનો અર્થ “કરવું', “ ટપકવું? એ હેવાથી “આસ્રવ ને અર્થ કર્મ પુદગલનું આત્મામાં વહેવું અથવા વહેવાનાં દ્વાર થાય છે, અને તે વહેણ અટકે તે “સંવર’ કહેવાય છે. આત્મદશ જેમ જેમ ઉન્નત થતી જાય છે, તેમ તેમ કર્મબન્ધ કમ થતાં જાય છે. આઅવનિધિ જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ ગુણસ્થાનભૂમિ ઊંચી ઊંચી પ્રાપ્ત થતી જાય છે.
કર્મને આત્માની સાથે દૂધ અને પાણીની પેઠે સંબંધ થે એનું નામ બન્ધ છે. “કર્મ” ક્યાંય લેવા જવા પડતા નથી, તે જાતનાં પુદ્ગલ-દ્રવ્ય આખા લેકમાં ઠાંસી ઠાંસીને ભરેલાં છે, જેને “કર્મ-વર્ગણુ” એવું નામ જૈનશાસ્ત્રકારે આપે છે. આ દ્રવ્ય મેહરૂપ (રાગદ્વેષમેહરૂપ) ચિકાસને લીધે આત્માને વળગે છે.
અહીં એ પ્રશ્ન ઊભું થઈ શકે છે કે શુદ્ધ આત્માને મોહની અથવા રાગદ્વેષની ચિકાશ લાગવી કેમ જોઈએ? આના સમાધાનમાં સૂમ દષ્ટિએ વિચાર કરવાની જરૂર છે. આત્માને મેહની કે રાગદ્વેષની ચિકાશ અમુક વખતે લાગી એમ તે કહી શકાય નહિ, કારણ કે એમ કહેવામાં, જે વખતે આત્માને રાગદ્વેષની ચિકાશ લાગી તે પહેલાં આત્મા શુદ્ધસ્વરૂપવાળે ઠરે છે, અને શુદ્ધસ્વરૂપવાળા આત્માને રાગદ્વેષને પરિણામ થવાનું કાંઈ કારણ નથી. શુદ્ધસ્વરૂપી આત્માને રાગદ્વેષના પરિણામને પ્રારંભ થવાનું માનવામાં આવે, તે મુક્તિદશાને પામેલા આત્માઓપૂર્ણ શુદ્ધ આત્માઓને પણ ફરી રાગદ્વેષને પરિણામ ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org