________________
પ્રથમ ખંડ
: ૨૧ :
કર્મોને “પુણ્ય” કહેવામાં આવે છે અને એથી વિપરીત- દુઃખની સામગ્રી જોડી આપનાર કર્મ “પાપ” કહેવાય છે.
જ્ઞાનાવણુ દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર, અન્તરાય એ આઠ પ્રકારનાં કર્મ આગળ કહેવાશે. તેમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય એ ચાર કર્મ અશુભ હેવાથી પાપકર્મ છે. કારણ કે જ્ઞાનાવરણ જ્ઞાનશક્તિને દબાવનાર છે, દર્શનાવરણ દર્શનશક્તિને ધનાર છે, મેહનીય કર્મ મેહ ઉપજાવનાર છે, અર્થાત્ આ કર્મ તત્ત્વશ્રદ્ધાનમાં તથા સંયમમાં બાધા નાખનાર છે, અને અન્તરાય કર્મ ઈષ્ટસાધનમાં વિદન નાંખનાર છે. આ ચાર કર્મો સિવાય શુભ અને અશુભ એ બે પ્રકારના નામકર્મની અંદરની અશુભ પ્રકૃતિ, આયુષ્ય કર્મમાંનું નારક–આયુષ્ય, ગોત્ર કર્મમાંની નીચત્ર પ્રકૃતિ અને વેદનીય કર્મમાં અસાતવેદનીય પ્રકાર–એટલા કર્મભેદે અશુભ હેવાથી પાપકર્મ છે. વેદનીયકમને સાતવેદનીય ભેદ, શુભ નામકર્મની પ્રકૃતિઓ, ઊંચું ગોત્ર અને દેવ- આયુષ્ય, મનુષ્ય આયુષ્ય તથા તિર્યંચઆયુષ્ય એટલાં કર્મો પુણ્યકર્મ છે.*
* વિશેષ જણાવવાનું એ છે કે કર્મની પુણ્ય પ્રવૃતિઓને પુણ્ય કહેવામાં આવે છે એ તે જાણીતી વાત છે, પરંતુ કર્મની નિરા અથવા કમનું લાઇવ થવું (દુબળું કે પાતળું પડવું) તેને પણ પુણ્ય કહેવામાં આવે છે. જુઓ યેગશાસ્ત્રના ૪થા પ્રકાશના ૧૦૦મા શ્લોકની વૃત્તિમાં શ્રી હેમચંદ્રાચાર્ય લખે છે કે :
" निर्जरा सैव रुपं यस्य तस्मात्, ‘पुण्याद्' इति पुण्यं न प्रकृतिरुपम्, किन्तु कर्मलाधवरुपम्, तस्मात् ”
એ પછીના ૧૦૮મા શ્લેકની વૃત્તિમાં એ જ પ્રમાણે લખે છે કેgણત:-ર્મરાઇવરુક્ષા, શુમરાક્ષર” આ બને ઉલ્લેખને અર્થ ઉપર જણાવ્યું તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org