________________
: ૨૦ :
જૈન દર્શન ધર્મ, અધર્મ અને આકાશ એક એક વ્યક્તિરૂપ છે. જીવો અનંત છે. જેટલા જીવે તેટલી તે પૃથક વ્યક્તિઓ છે. પુદ્ગલ દ્રવ્ય અને વ્યક્તિરૂપ છે. પુદ્ગલ પરમાણુઓ અનંત છે.
કાલને “અસ્તિકાય” કહેવાય નહિ. કેમકે ગયે સમય નષ્ટ થયો અને ભવિષ્ય સમય અત્યારે અસત્ છે, ત્યારે ચાલુ સમય એટલે વર્તમાન ક્ષણ એ જ સદ્ભૂત કાલ છે. મુહૂર્તા, દિવસ, રાત્રિ, મહિના, વર્ષ એ બધા જે કાલના વિભાગો પાડ્યા છે તે અસદ્દભૂત ક્ષણેને બુદ્ધિમાં એકત્રિત કરીને પાડવામાં આવ્યા છે, માટે કાળ એક ક્ષણ માત્ર હેઈ તેને પ્રદેશસમૂહસૂચક “અસ્તિકાય” શબ્દ લાગુ પડી શકે નહિ.
ઉપર બતાવેલા પાંચ અસ્તિકા અને કાલ એ જૈનદર્શનસમ્મત (છ) દ્રવ્ય છે. કાલને અલાયદું દ્રવ્ય ન ગણીએ તે પાંચ દ્રવ્ય ગણાય.
પુણ્ય–પાપ જ્યારે બધા જ તત્વતઃ સમાન છે, તે પછી એ બધામાં પરસ્પર વિષમતા શા માટે? તેમ જ એક જ જીવમાં પણ કાળભેદે વિષમતા કેમ ? આ પ્રશ્નના જવાબમાંથી જ કર્મવિદ્યા પ્રકટ થાય છે. ત્રણે કાળની જીવનયાત્રાની પારસ્પરિક સંગતિ કર્મવાદ પર જ અવલંબિત છે. એ જ પુનર્જન્મવાદને આધાર છે. આત્મવાદી બધી પરંપરાઓમાં પુનર્જન્મના કારણ તરીકે કર્મ, તત્વને સ્વીકાર છે.
સારાં કર્મો “પુણ્ય” અને ખરાબ કર્મો “પાપ” કહેવાય છે. આરોગ્ય, સંપત્તિ, રૂપ, કીતિ, સુકુટુંબ-પરિવાર, દીર્ઘ આયુષ્ય વગેરે સુખનાં સાધને જે કર્મોથી પ્રાપ્ત થાય છે તે શુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org