________________
પ્રથમ ખંડ પરમાણુ છે, એ તે સહુ કઈ સમજે છે, અને એ પરમાણુઓ
જ્યાં સુધી સાથે લાગેલા હોય-અવયવી સાથે સંબદ્ધ હોય, ત્યાં સુધી તેને “પ્રદેશ” નામથી વ્યવહાર થાય છે, અને અવયવીથી છૂટા પડ્યા પછી તે “પરમાણુ’ નામથી વ્યવહત થાય છે, પરંતુ ધર્મ, અધર્મ, આકાશ અને આત્મા એ ચાર અરૂપી પદાર્થોના પ્રદેશે તે વિલક્ષણ પ્રકારના છે. એ પ્રદેશે પરસ્પર અત્યંત ઘનરૂપ પૂર્ણ એકતાબદ્ધ છે. ઘડાના પ્રદેશે–સૂક્ષ્મ અંશે ઘડાથી જુદા પડે છે, તેમ ધર્મ, અધર્મ, આકાશ અને આત્માના પ્રદેશ એક-બીજાથી જુદા પડી શકે જ નહિ, એ એકદ્રવ્યાત્મક અખંડ ઐકયરૂપ છે. અખંડ ઐક્યરૂપ પ્રદેશવાળાં તે દ્રવ્ય નિત્ય દ્રવ્ય છે.
અસ્તિકાય
આતમા, ધર્મ અને અધર્મ એ ત્રણના અસંખ્યાત પ્રદેશ છે. આકાશ અનંતપ્રદેશવાળું છે. લેકસંબંધી આકાશ અસંખ્યાત પ્રદેશવાળું અને અકસંબંધી આકાશ અનંતપ્રદેશવાળું છે. પુદ્ગલના સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો હોય છે આવી રીતે પ્રદેશસમૂહાત્મક હોવાથી એ પાંચ “અસ્તિકાય ” કહેવાય છે. “અસ્તિકાય” શબ્દનો અર્થ “અસ્તિ” એટલે પ્રદેશ અને “કાય” એટલે સમૂહ, અર્થાત પ્રદેશસમૂહાત્મક એ થાય છે. ધર્મ, અધમ, આકાશ, પુદ્ગલ અને જીવની સાથે
અસ્તિકાય” શબ્દ જોડીને “ધમસ્તિકાય” “અધર્માસ્તિકાય” આકાશાસ્તિકાય” “પગલાસ્તિકાય” “જીવાસ્તિકાય” એ પ્રમાણે પણ એ દ્રવ્યને નામનિશ થાય છે.
* જેની સંખ્યા ન થઈ શકે તે અસંખ્યાત, આવો સામાન્ય અર્થ સમજવા ઉપરાંત જૈન શાસ્ત્રમાં બતાવેલ વિશેષ અર્થ સમજવાને રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org