________________
: ૧૮ :
જૈન દર્શન પાંચ પ્રકારને ઃ કડ, તીખ, કષાય (રે), ખાટો, મીઠે. ગંધ બે પ્રકારની : સુગંધ અને દુર્ગધ. વર્ણ પાંચ : કાળો, પીળો, લીલે, લાલ અને સફેદ. આ પ્રમાણે સ્પર્શ વગેરેના કુલ વીશ ભેદો થાય છે. પરંતુ એમના દરેકના સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત ભેદ તરતમભાવથી થાય છે.
જે જે વસ્તુ મૃદુ હોય છે તે બધાના મૃદુત્વમાં કાંઈને કાંઈ તારતમ્ય હોય છે જ. એ કારણે સામાન્યરૂપે મૃદુત્વ સ્પર્શ એક હેવા છતાં તેના તારતમ્ય પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત, અનંત સુધી ભેદો થઈ શકે છે. એ જ પ્રમાણે કઠિન વગેરે અન્ય પશેના તથા રસાદિ પર્યાના વિષયમાં સમજવું.
શબ્દ, પ્રકાશ, છાયા, તાપ, અંધકાર એ પણ પુદ્ગલ છે.
કાલ
કાલ દરેકના જાણવામાં છે. નવી વસ્તુ પુરાણી થાય છે, પુરાણું વસ્તુ જીર્ણ થાય છે, જીર્ણ ખતમ થાય છે. બાલ તરુણું થાય છે, તરુણ વૃદ્ધ થાય છે, વૃદ્ધ પંચત્વને પ્રાપ્ત થાય છે. ભવિષ્યમાં થનારી વસ્તુ વર્તમાન થાય છે અને વર્તમાન વસ્તુ ભૂતકાલના પ્રવાહમાં પ્રવાહિત થાય છે. આ બધી કાળની ગતિ છે. નવાં નવાં રૂપાન્તર, ભિન્ન-ભિન્ન પરિવર્તન, જુદા જુદા પરિણામ કાળને આભારી છે. પ્રદેશ
ઉપર બતાવેલા ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ થાર અજીવ પદાર્થો અને આત્મા એ અનેક પ્રદેશવાળા છે. પ્રદેશ એટલે પરમ સૂક્ષમ (છેલ્લામાં છેલ્લે અવિભાજ્ય) અંશ. ઘટ, પટ આદિ પુદ્ગલ પદાર્થોને છેલ્લા અવિભાજ્ય સૂક્ષમ અંશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org