________________
જૈન દર્શન
ઉપર કહ્યા પ્રમાણે “ધર્મ” “અધર્મ” પદાર્થ દ્વારા લેક અને અલકને વિભાગ સિદ્ધ થવામાં એક પ્રમાણુ સમજી શકાય તેવું છે. તે એ છે કે સર્વ કર્મોને ક્ષય થતાં જ મુક્ત બનેલ આત્મા ઊંચે ગતિ કરે છે એમ જૈન શાસ્ત્રને સિદ્ધાંત છે. એ વિષે તુંબડીનું ઉદાહરણ અપાય છે. જેમ પાણીમાં રહેલી માટીને લેપવાળી તુંબડી, તેના ઉપરની સઘળી માટી નીકળી જવાથી એકદમ પાણી ઉપર આવી જાય છે, તે પ્રમાણે આત્મા ઉપરથી કર્મરૂપ સઘળી માટી દૂર થતાં જ મુક્ત બનેલ વિદેહ આત્મા સ્વતઃ–સ્વભાવતઃ ઊર્ધ્વ ગતિ કરે છે–ઉપર જાય છે; પરન્તુ તે ઊર્ધ્વ ગતિ ક્યાં સુધી થતી રહે? ક્યાં જઈ અટકે ? એ ખાસ વિચારવાનું આવી પડે છે. આ વિચારને નિવેડે ધમ” અને “અધર્મ” પદાર્થ દ્વારા લેક અને અલેકને વિભાગ માન્યા સિવાય કઈ રીતે થઈ શકે તેમ નથી. આ વિભાગને માન્ય રાખીએ તે એ પ્રશ્ન ઉકેલાઈ જાય છે, કેમકે ત્યારે ખુલાસે કરી શકાય છે કે ગતિ થવામાં સહાયક
ધર્મ” પદાર્થ ઉંચે જ્યાં સુધી છે, ત્યાં સુધીના લેકના અગ્ર ભાગે કર્મ રહિત થયેલ આત્મા પહોંચી અટકી જાય છે, ત્યાં તેની ગતિ અટકી જાય છે અને ત્યાં જ તે અવસ્થિત થાય છે, ત્યાંથી આગળ અલેકમાં “ધર્મ” પદાર્થના અભાવે તેની ગતિ થઈ શકતી નથી. જે “ધર્મ” “અધર્મ” પદાર્થો ન હોય અને તેથી થતે લેક-અલેકને વિભાગ ન હોય તે કર્મરહિત મુક્ત બનેલ આત્મા ઊંચે જતે ક્યાં અટકશે-કયાં અવસ્થિત થશે એ ઊભી થતી ગુંચવણ મટે તેવી નથી. પુદ્ગલ
પરમાણુથી લઈ સ્થૂલ–અતિસ્થલમહાસ્થૂલ તમામ રૂપી પદાર્થોને “પુદ્ગલ” સંજ્ઞા આપી છે. “પૂર” અને “” એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org