________________
પ્રથમ ખંડ
: ૧૫ : તેઓ હાલે–ચાલે છે અને સ્થિત થાય છે, પરન્તુ એમાં સહાયભૂત તરીકે કે અન્ય શક્તિની અપેક્ષા હોવી જોઈએ એમ માનવા સુધી તે વર્તમાન વૈજ્ઞાનિકે પણ આવ્યા છે, જ્યારે જૈન શાસ્ત્રકારે એ સંબંધમાં “ધર્મ” અને “અધર્મ” એવા બે પદાર્થો હોવાનું જણાવે છે-જડ, જીવ પદાર્થોને પ્રેરણા કરનાર તરીકે નહિ, પણ તેમને ઉદાસીન ભાવે (સંયુક્ત ભાવે) સહાય થનાર તરીકે.
આકાશ
આકાશ પદાર્થ પ્રસિદ્ધ છે, દિશાને પણ આકાશમાં જ સમાવેશ થાય છે. લેક સંબંધી આકાશને લેકાકાશ અને અલેક સંબંધી આકાશને અલકાકાશ કહેવામાં આવે છે. આ લેક અને અલેકને વિભાગ પડવામાં ખાસ કારણ કેઈ હેય તે ઉપર બતાવેલ “ધર્મ” અને “ “અધર્મ” પદાર્થો છે. ઊંચે, નીચે અને આજુબાજુએ જ્યાં સુધી “ધર્મ” અને “અધર્મ” પદાર્થો સ્થિત છે, ત્યાં સુધીના ક્ષેત્રને “લેક સંજ્ઞા આપી છે, અને લેકની બહારને પ્રદેશ “ અલેક” કહેવાય છે. આ બે પદાર્થોના સહયોગથી જ લેકમાં છે અને પુદ્ગલેની ક્રિયા થઈ રહી છે. અલેકમાં આ બે પદાર્થો નહિ હોવાથી ત્યાં એક પણ અણુ અથવા એક પણ જીવ નથી. લેકમાંથી કઈ અણુ કે કઈ જીવ અલેકમાં જઈ શક્યું નથી, કેમકે અલેકમાં ધર્મ” અને “અધર્મ પદાર્થો નથી. ત્યારે અલેકમાં શું છે? કાંઈ નથી. એ કેવલ આકાશરૂપ છે. જે આકાશમાંના કોઈપણ પ્રદેશમાં પરમાણુ, જીવ કે કેઈપણ ચીજ નથી એવું શુદ્ધ માત્ર આકાશ એ અલેક છે. આકાશ દ્રવ્ય વિસ્તારમાં અનંત છે, એટલે કે તેને છેડે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org