________________
: ૧૨ ઃ
જૈિન દર્શન પિંડ છે તે બાદર તેજસ્કાય જ છે. અનુભવાતે વાયુ જે
જીવાનાં શરીરનું પિંડ છે તે બાદર વાયુકાય છે અને વૃક્ષ, શાખા, પ્રશાખા, પત્ર, ફૂલ, ફલ, કાંદા વગેરે બાર વનસ્પતિ કાય છે.
પૂર્વોક્ત સચેતન પૃથ્વીને છેદન-ભેદન વગેરે આઘાત લાગવાથી તેમાંના છે તેમાંથી યુત થાય છે અને એથી એ પૃથ્વી અચેતન (અચિત્ત) થાય છે. એવી રીતે પાણીને ગરમ કરવાથી અથવા એમાં સાકર વગેરે પદાર્થોનું મિશ્રણ કરવાથી તે પાણી અચેતન થાય છે. એ પ્રમાણે વનસ્પતિ પણ અચેતન થાય છે.
બે ઇન્દ્રિયે-ત્વચા અને જીભ-જેઓને હોય, તે દ્વીન્દ્રિય કહેવાય છે. કૃમિ, પિરા, જળ, અળસિયાં વગેરેને દ્વીન્દ્રિયમાં સમાવેશ છે. જૂ, માંકડ, મકડા, ધીમેલ વગેરે, ત્વચા, જીભ અને નાક એ ત્રણ ઈન્દ્રિયવાળા હોવાથી ત્રીન્દ્રિય કહેવાય છે. ત્વચા, જીભ, નાક અને આંખ એ ચાર ઇનિદ્રવાળા માખી, ડાંસ, તીડ, વીંછી, ભમરા વગેરે ચતુરિન્દ્રિય કહેવાય છે. ત્વચા, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઈનિદ્રોવાળા પંચેન્દ્રિય
* વનસ્પતિ વગેરેમાં જીવો હોવાનું પ્રસિદ્ધ વિજ્ઞાનવિશારદ જગદીશચંદ્ર મહાશયે વિજ્ઞાન પ્રયોગથી જગતની આગળ સિદ્ધ કરી બતાવ્યું છે.
તમામ પિલાણ સૂક્ષ્મ જીવોથી ભર્યું છે એમ વર્તમાન વૈજ્ઞાનિકોને મત છે, જે જૈન દર્શનના મંતવ્યને અનુસરતી વાત છે. વૈજ્ઞાનિકેની લાંબા કાળથી એ પણ જાણીતી શોધ છે કે થેફસસ નામનું પ્રાણી એટલુ નાનું છે કે એ જતુઓ એક સેયના અગ્રભાગ પર એક લાખ જેટલા પણ ખુશીથી બેસી શકે છે. આવાં નિરૂપણ સૂક્ષ્મ જીવોનું વર્ણન આપતાં જૈન શાસ્ત્રના રાહ પરનાં ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org