________________
* ૧૩ :
પ્રથમ ખંડ કહેવાય છે. પંચેન્દ્રિયના ચાર ભેદ છે-મનુષ્ય તથા પશુ-પક્ષી, મચ્છ, સાપ, નોળિયા વગેરે તિર્યંચે, સ્વર્ગવાસી દેવતાઓ અને નરકભૂમિના નારકે.
* “ત્રસમાં આ કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીને સમાવેશ થાય છે.
એ રીતે સ્થાવર અને ત્રસમાં સમસ્ત સંસારી જીવે સમાઈ જાય છે. હવે રહ્યા મુક્ત છે. તેઓ મેક્ષિતત્વના પ્રકરણમાં વર્ણવાશે.
ચૈતન્યરહિત-જડ પદાર્થોને અજીવ કહેવામાં આવે છે. અજીવના જેનશામાં પાંચ ભેદ પાડવામાં આવ્યા છે-ધર્મ, અધર્મ, આકાશ, પુગળ અને કાળ.
* “ સ્થાવર ” અને “ત્રસ” એ બે ભેદોમાં “સ્થાવર અને અર્થ સ્થિતિશીલ અને “ત્રસ ને અર્થ હેતુપૂર્વક ગતિ કરનાર થાય છે. સૂક્ષ્મ બેઈન્દ્રિય જીવ પણ હેતુપૂર્વક ગતિ કરતો હોય છે, માટે તે
ત્રસ ”માં ગણાય છે. પૃથ્વી, જલ અને વનસ્પતિ એ ત્રણ સ્થાવર (સ્થિતિમાન ) હોવાથી “સ્થાવર ” કહેવાય છે, અને એ જ પ્રમાણે તેજસ્કાય તથા વાયુકાય જીવો યદ્યપિ ગતિમત્તા ધરાવે છે, તથાપિ તેમની ગતિમત્તા હેતુપૂર્વક નથી, કિન્તુ તેમની કાયાનું એ જાતનું સ્વાભાવિક વલણ છે, માટે તેમને “ત્રસ ”માં ન ગણતાં “સ્થાવર માં ગણ્યા છે. છતાં તેમની સ્વાભાવિક ગતિની અપેક્ષાએ તેમને “ત્રસ ”માં પણ ગણનારી પરંપરા છે. પણ એ અપેક્ષાએ તેમને “ત્રસ ”માં ગણવા છતાં ય ખરી રીતે તેઓ “સ્થાવર ” ગણાય છે. કેમકે દુઃખને છોડી દેવાની અને સુખ મેળવવાની ગતિ–ચેષ્ટા જ્યાં સ્પષ્ટ હોય ત્યાં “ત્રસ” નામકર્મનો ઉદય મનાય છે અને ન હોય ત્યાં “ સ્થાવર ” નામકર્મને ઉદય મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org