________________
પ્રથમ ખંડ
૧૧ કરનાર સંસારી કહેવાય. બીજી રીતે “સંસાર” શબ્દને અર્થ ચિરાશી લાખ જીવનિ અથવા ચાર ગતિ પણ થઈ શકે છે. શરીરનું નામ પણ સંસાર છે. એ રીતે સંસારને વળગેલા જીવો સંસારી કહેવાય છે. આત્માની કર્મબદ્ધ અવસ્થા એ “સંસાર ” શબ્દને મૂળભૂત અર્થ હેઈ એ સંસારી જીવનું લક્ષણ ઠીક સમજી શકાય છે.
સંસારી જીના અનેક રીતે ભેદે પડી શકે છે. પરંતુ મુખ્ય બે ભેદ છે-સ્થાવર અને ત્રસ. દુઃખને દૂર કરવાની અને સુખ મેળવવાની પ્રવૃત્તિ-ચેષ્ટા, ગતિચેષ્ટા જ્યાં નથી તે સ્થાવર, અને જ્યાં છે તે ત્રસ. પૃથ્વીકાય, જલકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચને સ્થાવરમાં સમાવેશ છે. એ પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવરે એક સ્પર્શન (ચામડી) ઇન્દ્રિયવાળા હોવાથી એકેન્દ્રિય કહેવાય છે. એના બે ભેદે છે–સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ જલકાય, સૂક્ષમ તેજસ્કાય, સૂક્ષ્મ વાયુકાય અને સૂક્ષ્મ વનસ્પતિકાય જીવે આખા લોકમાં વ્યાપી રહેલા છે. એ અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણી ચક્ષુથી જોઈ શકાતા નથી. બાદર (સ્થૂલ) પૃથ્વીકાય, બાદર જલકાય, બાદર તેજસ્કાય, બાદર વાયુકાય અને બાદર વનસ્પતિકાય પ્રત્યક્ષ જેવામાં આવે છે. ઘર્ષણ, છેદન આદિ પ્રહાર જેને લાગ્યું ન હોય એવી માટી, પત્થર વગેરે પૃથ્વી, જે છાનાં શરીરનું પિંડ છે તે છે બાદર પૃથ્વીકાય જાણવા. જે જલને અગ્નિ વગેરેથી આઘાત ન થયો હોય, અથવા બીજી વસ્તુના મિશ્રણની અસર ન થઈ હોય તે જળ-કૂવા, નદી, વાવ, તળાવ વગેરેનાં– જે ના શરીરનું પિંડ છે તે છે બાદર જલકાય સમજવા. એ પ્રમાણે દીવે, અગ્નિ, વીજળી વગેરે જે જીનાં શરીરનું
* બાદર” એ “સ્કૂલ” અર્થમાં જૈન શાસ્ત્રને સાંકેતિક શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org