________________
ષષ્ઠ ખંડ
: ૫૦૧ :
अभिप्रायस्ततस्तेषां सम्यग् मृग्यो हितैषिणा। न्यायशास्त्राविरोधेन यथाऽऽह मनुरप्यदः ॥१६ ।।
અર્થાત-શાસ્ત્ર બનાવનારા ઋષિ-મહાત્માઓ પ્રાયઃ નિસ્પૃહ અને લેકોપકારની વૃત્તિવાળા હોય છે, માટે તેઓ અયુક્ત ભાષણ કેમ કરે? અતઃ તેમને અભિપ્રાય ન્યાયસંગત થાય તેમ તપાસ જોઈએ.
એ પછી (એ સ્તબકમાં) કપિલના પ્રકૃતિવાદની સમીક્ષા આવે છે. સાંખ્યમતાનુસારી વિદ્વાનેએ પ્રકૃતિવાદની જે વિવેચના કરી છે તેમાં ઉપસ્થિત થતા દોષ જાહેર કરી પ્રકૃતિવાદનું તાત્પર્ય બતાવી છેવટે આચાર્ય મહારાજ કહે છે કે
एवं प्रकृतिवादोऽपि विज्ञेयः सत्य एव हि । कपिलोक्तत्वतश्चैव दिव्यो हि स महामुनिः।। ४४ ।।
અર્થાતએ પ્રમાણે (પ્રકૃતિવાદનું જે રહસ્ય બતાવ્યું તે પ્રમાણે) પ્રકૃતિવાદ પણ યથાર્થ જાણ. વળી તે કપિલને ઉપદેશ છે, માટે સત્ય છે, કારણ કે તેઓ દિવ્ય મહામુનિ હતા.
એ પછી છઠ્ઠા તબકમાં ક્ષણિકવાદ, વિજ્ઞાનવાદ અને શુન્યવાદની ખૂબ આલેચના કરીને અને તે વાદમાં અનેક ઊભા થતા દેશે બતાવીને છેવટે આચાર્ય મહારાજ વસ્તુસ્થિતિને જાહેર કરે છે કે –
अन्ये त्वभिदघत्येवमेतदास्थानिवृत्तये । क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्त न त-स्वतः ।। ५१ ।। विज्ञानमात्रमप्येवं बाह्यसङ्गनिवृत्तये । विनेयान् कांश्चिदाश्रित्य यद्वा तद्देशनार्हतः ॥ ५२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org