________________
: ૫૦૨ :
જૈન દર્શન एवं च शून्यवादोऽपि सद्विनेयानुगुण्यतः। अभिप्रायत इत्युक्तो लक्ष्यते त-स्ववेदिना ।। ५३ ॥
અર્થાતુ-મધ્યસ્થ પુરૂષનું એમ કહેવું છે કે બધું જ ક્ષણિક છે એમ બુધે વાસ્તવિકતાની દષ્ટિએ કહ્યું નથી. કિન્તુ રાત્પાદક વિષયવાસનાને દૂર કરવાના વૈરાગ્યેત્પાદક અનિત્યવ–ભાવનાને જગાડવાના ઉદ્દેશથી કહ્યું છે. વિજ્ઞાનવાદ પણ બાહ્યવિષયાસક્તિને દૂર કરવાના ઉદ્દેશથી શિષ્ય યા શ્રોતાઓને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે. શૂન્યવાદ પણ યંગ્ય શિષ્યને અનુલક્ષીને વૈરાગ્યની પુષ્ટિ કરવાના આશયથી કહ્યો જણાય છે.
આગળ જઈ, વેદાન્તના અદ્વૈતવાદની વેદાંતાનુયાયી વિદ્વાનએ જે વિવેચના કરી છે તે પર પ્રાપ્ત થતા દોષે બતાવી છેવટે આઠમા સ્તબકમાં આચાર્ય મહારાજ કહે છે
अन्ये व्याख्यानयन्स्येवं समभावप्रसिद्धये ।। अद्वैतदेशना शास्त्रे निर्दिष्टा न तु त-स्वतः ॥ ८॥
અર્થાત-અન્ય મહર્ષિએ એમ કહે છે કે અને જે ઉપદેશ કરવામાં આવ્યું છે તે અદ્વૈતની વાસ્તવિકતા બતાવવા માટે નહિ, પણ સમભાવની પ્રાપ્તિના ઉદ્દેશ કરવામાં આવ્યા છે.
* દ્રવ્ય વગરને પર્યાય નથી અને પર્યાય વગરનું દ્રવ્ય નથી. ક્ષણે ક્ષણે દરેક વસ્તુ પરિવર્તમાન રહે છે. આખું યે આખું દ્રવ્ય ક્ષણે ક્ષણે પલટાયા જ કરે છે. આ વાત જૈનોને અને લગભગ બધાઓને સમ્મત છે, અને પ્રતીતિગોચર છે. અતઃ આ દૃષ્ટિએ મહર્ષિ બુધે વસ્તુને ( સમગ્ર જગતને) ક્ષણિક કહ્યાનું ખૂબ જ સંભવે છે. આખું જગત જ્યાં નજર નાખો ત્યાં ફરતું બદલાતું જ નજરે પડે છે. અતઃ કઈ પણ ફિલસુફ કે ઋષિ-મુનિના મુખેથી એવો અભિપ્રાય [સાપેક્ષ રીતે પણ ) નિકળ ખૂબ સ્વાભાવિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org