________________
: ૪૯૯ :
तदनासेवनादेव यत् संसारोऽपि तत्त्वतः ।। तेन तस्यापि कर्तृत्वं कल्प्यमानं न दुष्यति ।। १२ ।।.
અર્થ–ઈશ્વરમ્તત્વને મત આવી રીતની યુક્તિથી ઘટાવી પણ શકાય છે કે, રાગદ્વેષમેહરહિત પૂર્ણ વીતરાગ પૂર્ણજ્ઞાની પરમાત્મા એ જ ઈશ્વર છે અને તેણે ફરમાવેલ કલ્યાણમાર્ગને આરાધવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, માટે મુક્તિના દેનાર ઈશ્વર છે એમ ઉપચારથી કહી શકાય, અને એ પરમાત્માએ બતાવેલ સદુધર્મમાર્ગનું આરાધન નહિ કરવાથી ભવભ્રમણ જે કરવું પડે છે તે પણ ઈશ્વરને ઉપદેશ નહિ માન્યાનું પરિણામ છે.
* જેની સલાહથી આ પણને લાભ મળે તેને આપણા લાભારૂપ ઉપકારનો કર્તા આપણે કહીએ છીએ, પણ જેની સલાહ પ્રમાણે ન ચાલવાથી, તેથી વિરુદ્ધ ચાલવાથી નુક્સાન આવે તો તેના (તે નુકસાનના ) કર્તા તેને આપણે નથી કહેતા, વ્યવહારમાં પણ તેને નથી કહેવાતું એ પ્રમાણે પરમાત્માએ દર્શાવેલા સન્માર્ગ પર ચાલવાથી મુક્તિને લાભ મળે છે, માટે એ લાભારૂપ ઉપકારના કર્તા અથવા મુક્તિના દાતા પરમાત્માને માની શકાય છે. બેશક, એમ માનવું એ ઔપચારિક વ્યવહાર છે, છતા એ યુક્તિસર અને રમ્ય છે] પણ તેના (પરમાત્માના) બતાવેલા માર્ગે ન ચાલતાં, એથી વિરુદ્ધ ચાલતાં ભવભ્રમણનાં કષ્ટ ઉઠાવવાં પડે તેના કર્તા તરીકે તેને (પરમાત્માને) માનવા એ ઔપચારિક રીતે પણ છાજતું નથી. ઔપચારિક રીતે પણ એ વાણી-વ્યવહાર ગમે તેવું નથી એથી જ ઉપાધ્યાયશ્રી યશોવિજયજીને એ સંબંધમાં ઉપર બતાવેલ બારમા શ્લેકની ટીકામાં કહેવું પડ્યું છે કે__ " ' अकुल्यने करिशतम् ' इत्यादिवद् यथाकथाञ्चिद् उपचारेण व्यवहार निर्वाहात् ।"
અર્થાત “આંગળીના ટેરવા ઉપર સો હાથી” એવા લૌકિક કથન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org