________________
ષષ્ઠ ખંડ
જૈનદર્શનની અસામ્પ્રદાયિક્તા અને ઉદારતા જૈનધર્મના સિદ્ધાંતને સ્કુટ કરવા પ્રાચીન મહાન આચાર્યોએ સજેલી ગ્રથસમ્પત્તિ વિશાળ પ્રમાણમાં છે, જેમાં મહાન પુરૂએ મધ્યસ્થપણે તત્ત્વનિરૂપણ કરતાં લેકકલ્યાણ તરફ મુખ્ય દષ્ટિ રાખી છે. મૂળ આગમાં તે નિર્મળ સમભાવનાં વિશાળ ઝરણું આપણે જોઈ શકીએ છીએ; પણ એ પછીનાં સમભાવી મહાન આચાર્યોના રચેલા મહાન ગ્રન્થ પણ ઓછા મહત્ત્વના નથી. ઉદાહરણાર્થે જુઓ આચાર્ય હરિભદ્રને “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” ગ્રંથ. એ તત્ત્વપૂર્ણ સુંદર ગ્રંથમાં એ મહાન ગ્રંથકાર સાધુ પુરૂષના ઉમદા સમભાવ અને વાત્સલ્યનાં જે દર્શન થાય છે તેનાં અવતરણ આપવાને અહીં સ્થાન નથી, છતાં નમૂનારૂપે કંઈક જોઈએ.
એ ગ્રન્થમાં ત્રીજા તબકમાં જૈનદર્શનસમ્મત “ઈશ્વર જગત્કર્તા નથી” એ સિદ્ધાન્ત યુક્તિપુરસર સિદ્ધ કર્યા પછી એ શમભાવસાધક અને ગુણપૂજક આચાર્ય લખે છે કે –
ततश्चेश्वरकतत्ववादोऽयं युज्यते परम् । सम्यग्न्यायाविरोधेन यथाऽऽहुः शुद्धबुद्धयः ।। १०॥ ईश्वरः परमात्मैव तदुक्तवतसेवनात् । यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ।। ११ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org