________________
: ૪૯૬ :
જૈન દર્શન અસંગત હોય તેવી બાબતને ઘટિત તથા સંગત કરાવવી એ તે બાલચેષ્ટા કહેવાય. એ રીતે અનેકાન્તવાદ “અન્ધાધુન્ધવાદ” બની જાય. - જે વખતે જે પ્રવૃત્તિના ઔચિત્ય માટે વિવેકદષ્ટિને ટેકે ન હોય અને જેને વિવેક એકંદરે અયોગ્ય ઠરાવતું હોય તેને અનેકાંતને ટેકે આપ કે સ્યાદ્વાદને સંગત કરવા મથવું અને અનેકાન્તના ઓઠા નીચે એને ઉચિત તથા આદરનીય ઠરાવવી એ અનેકાન્તવાદને દુરુપયેાગ છે. અને એની મજાક ઉડાવવા સરખું છે. અનેકાન્તવાદ કંઈ ફેરફુદડીવાદનથી, એ ન્યાચ્ય સમન્વયવાદ એ ધ્યાનમાં રહેવું જોઈએ. નિક્ષેપ - જ્ઞાનનું વાહન ભાષા છે, અમૂર્ત જ્ઞાન ભાષામાં ઊતરી મૂર્તરૂપ બની વ્યવહાર્ય બને છે. ભાષા શબ્દાત્મક છે અને શબ્દને સામાન્ય અર્થ પ્રાગ ચાર રીતને જોવામાં આવે છે, જેને “નામ”, “સ્થાપના”, “દ્રવ્ય” અને “ભાવ” કહેવામાં આવે છે. દાખલા તરીકે “રાજા” લઈએ. “રાજા” કેઇનું નામ હોય ત્યારે તે એ નામથી વ્યવહત થાય છે. એ “નામ” માત્રથી રાજા હોઈ નામ–૨ જા છે. “રાજા” શબ્દને આ અર્થ નામનિક્ષેપ કહેવાય. સજાની મૂર્તિ, છબી કે ચિત્રને પણ રાજા કહેવામાં આવે છે–જેમ ભગવાનની મૂર્તિને ભગવાન કહેવામાં આવે છે તેમ. એ સ્થાપના (ચિત્ર, છબી, મૂર્તિ)ના રૂપે રાજા હોઈ સ્થાપના-રાજા છે. “રાજા” શબ્દને આ અર્થ સ્થાપના નિક્ષેપ કહેવાય. મૂળ વસ્તુને એની મૂર્તિ, છબી કે ચિત્રમાં આરોપ કરે એ સ્થાપના-નિક્ષેપ કહેવાય. જે ભૂતકાળમાં રાજા હતો અથવા ભવિષ્યમાં રાજા થનાર છે તેને પણ “રાજા” કહેવામાં આવે છે. એ “ દ્રવ્ય”થી એટલે કે પાત્રપણુની અપેક્ષાએ રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org