________________
પંચમ ખંડ
૪૪૯૫ : એ જ પ્રમાણે સ્ત્રીને સ્પર્શ સાધુને માટે નિષિદ્ધ છતાં કોઈ સ્ત્રી નદી, આગ કે એવી બીજી કઈ વિકટ આફતમાં સપડાઈ પડી હોય તેવા વખતે તેને અડીને પણ બચાવવાને ધર્મ સાધુને પણ પ્રાપ્ત થાય છે. સાધુને માટે વિવિધ સ્ત્રીસ્પર્શ નિષેધની પાછળ બ્રહ્મચર્ય સલામત રહે એ દષ્ટિ છે જે, અહિંસાની એક પ્રદેશભૂમિ છે, તેમ એ આપવાદિક સ્પર્શ પણ બ્રહ્મચર્યની વિશાલભૂમિરૂપ અહિંસાના પિષણ માટે છે. આમ સ્પર્શનિષેધ તથા સ્પર્શ બંનેનું એક જ લક્ષ્ય છે.
जं दव्ववेत्तकालाइसंगयं भगवया अणटाण । भणियं भावविसुद्धं निप्फज्जइ जल फल तह उ ।। ७७८।। न वि किंचि वि अणुणात पडिसिद्ध वा वि जिणवरिंदेहिं । तित्थगराणं आणा कज्जे सच्चेण होयव्व ॥७७९।।
(હરિભદ્રસૂરિ, વિએસ.ય) અર્થાત-ભગવાને મનેભાવને શુદ્ધ રાખી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ– ભાવને અનુકૂલ કૃત્ય કરવાનું ફરમાવ્યું છે, જે રીતે સ્વપરકલ્યાણસાધનરૂપ ફળ નીપજે તે રીતે વર્તવાનું ફરમાવ્યું છે. (૭૭૮) - જિનેન્દ્રભગવાને કઈ કૃત્ય કરવાનું એકાતે ફરમાવ્યું નથી, તેમ જ કઈ બાબતને નિષેધ એકાન્ત કર્યો નથી. ભગવાનની આજ્ઞા તે એટલી જ છે કે આત્મકલ્યાણમાના આરાધનમાં સચ્ચાઈથી વર્તવું. (૦૭૯)
એકાન્તવાદની બાબતમાં છેલ્લે એક ચેતવણીરૂપ પણ જોઈ લઈએ—
વસ્તુની એક નહિ, પણ અનેક બાજુએ જેવી, તપાસવી અને સંગત થઈ શકતી બાજુઓને મેળ બેસાડવે એ અનેકાન્તવાદનો અર્થ છે. પણ જે બાબત ઘટતી ન હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org