________________
પ્રથમ ખંડ
ગયા પછી તે કર્મ આત્માથી ખરી પડે છે. વર્તમાન જિન્દગી અને પરલેકગતિ એ આ “કર્મના બળ પર પ્રવર્તમાન છે.
ઉપર્યુક્ત યુક્તિ-પ્રમાણે દ્વારા અને “હું સુખી, હું દુઃખી” એવી-શરીરમાં નહિ, ઈન્દ્રિયોમાં નહિ, કિન્તુ હૃદયના ઊંડાણમાં, એટલે અત્તરાત્મામાં સુસ્પષ્ટ અનુભવાતી લાગણું, જે પ્રત્યક્ષરૂપ છે, તે દ્વારા પણ શરીર અને ઇન્દ્રિયેથી અલગ સ્વતન્ત્ર આત્મતત્વ સાબિત થાય છે. સંસારમાં જીવો અનંત છે.
આ પ્રસંગે એક પ્રશ્ન ઊભું થવાનો સંભવ છે. સંસારવત જીવરાશિમાંથી જ કર્મક્ષય કરી મુક્તિમાં ગયા છે, જાય છે અને જશે. આવી રીતે પ્રતિક્ષણ સંસારમાંથી જીવને ઘટાડો થતું રહે છે. આ પ્રમાણે જ ખૂટતા રહેવાથી ભવિષ્યમાં કઈ વખતે સંસાર છથી ખાલી કાં ન થાય?
આના સમાધાનને વિચાર કરતાં પહેલાં એ ધ્યાનમાં લેવું જોઈએ કે સંસાર, જીથી ખાલી થાય એ વાત કઈ શાસ્ત્રને સમ્મત નથી; તેમ જ એ વાત આપણે વિચારદષ્ટિમાં પણ નથી ઊતરતી. બીજી તરફ, મુક્તિમાંથી છ સંસારમાં પાછા ફરે એ વાત પણ માની શકાય તેવી નથી; કારણ કે મેક્ષ સર્વ કર્મોને પૂર્ણ વિનાશ થવાથી મેળવાય છે એમ સહુ કઈ માને છે, એટલે સંસારમાં જન્મ લેવડાવનાર કર્મસંબંધ કઈ પણ પ્રકારને જ્યારે મુક્ત જીને નથી, તે પછી તેઓ સંસારમાં પાછા કેમ આવી શકે? મેક્ષમાંથી પાછા ફરવાનું માનવામાં મેક્ષની મહત્તા ઉડી જાય છે. જ્યાંથી ફરી પડવાને પ્રસંગ આવે તે મોક્ષ કહેવાય જ નહિ. આ ઉપરથી એ ધ્યાનમાં રાખવાનું જરૂરી જણાય છે કે સંસાર, જેથી શૂન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org