________________
: ૮:
જૈન દર્શન બુદ્ધિમાનું મનુષ્યને પણ ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થતી નથી, જ્યારે બીજા મનુષ્યન વગર પ્રયાસે અભીષ્ટ લાભ મળી જાય છે, આવી અનેકાનેક ઘટનાઓ આપણું નજર આગળ બન્યા કરે છે. એક જ સ્ત્રીની કુક્ષિમાંથી સાથે ઉત્પન્ન થયેલ જેડલામાંના બને પ્રાણીઓ સરખા ન નીવડતાં તેમની જીવનચર્યા એક-બીજાથી બહુ જ તફાવતવાળી પસાર થાય છે. આ બધી વિચિત્રતાઓનું કારણ શું? આ ઘટનાઓ અનિયમિત હોય એમ બની શકે નહિ, કેઈ નિયામક-પ્રયોજક હોવો જોઈએ. આ ઉપરથી તત્ત્વજ્ઞાની મહાત્માઓ કર્મની સત્તા સાબિત કરે છે, અને કર્મની સત્તાના અનુસંધાનમાં આત્મા સ્વતઃ સિદ્ધ થાય છે. કારણ કે આત્માને સુખ–દુઃખ આપનાર કર્મjજ આત્માની સાથે અનાદિ કાલથી સંયુક્ત છે, અને એને લીધે આત્માનું સંસારમાં પરિભ્રમણ છે. કર્મ અને આત્માની ખાતરી થયેથી પરલેકની ખાતરી માટે કાંઈ બાકી રહેતું નથી. જેવાં શુભ યા અશુભ કાર્યો પ્રાણી કરે છે તે પરલેક [ પુનર્જન્મ ] તેને પ્રાપ્ત થાય છે. હકીકત એવી છે કે જેવી શુભ યા અશુભ ક્રિયા કરવામાં આવે છે તેવા પ્રકારની “વાસના” આત્મામાં સ્થપાય છે. આ “વાસના” એક વિભિન્ન પ્રકારના પરમાણુસમૂહને જ છે. એને જ બીજા શબ્દમાં “ક” કહેવામાં આવે છે. એટલે કર્મ એક પ્રકારના પરમાણુઓના સમૂહરૂપ છે. આવી રીતનાં નવાં નવાં કર્મો આત્માની સાથે જોડાતાં રહે છે અને જૂનાં જૂનાં કર્મો પિતાની મુદત પૂરી થતાં ખરી પડે છે. સારી યા ખરાબ ક્રિયાથી બંધાતાં સારા યા ખરાબ કર્મો પરલોક સુધી, અરે! અનેકાનેક જન્મ સુધી પણ આત્માની સાથે ફળ બતાવ્યા વગર સત્તામાં સંયુક્ત રહે છે અને ફલવિપાકના ઉદય વખતે મીઠાં યા માઠાં ફલેને અનુભવ આમાને કરાવે છે. ફલ-વિપાક ભેગવવાની અવધિ હોય ત્યાં સુધી આત્મા તે ફળ અનુભવે છે. અનુભવાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org