________________
પ્રથમ ખંડ
: ૭ : હું અમુક વસ્તુને જોઈને પછી એને અડ્યો, પછી એને મેં સુંધી અને ચાખી” આ અનુભવ મનુષ્યને થયા કરે છે. આ અનુભવ ઉપર વિચારદષ્ટિ ફેંકવાથી ચેખ્ખી રીતે જણાઈ આવે છે કે તે વસ્તુને જેનાર, અડનાર, સંઘનાર અને ચાખનાર જુદા નથી, કિન્તુ એક જ છે. એ એક કેણ? તે ચક્ષુ હેઈ શકે નહિ, કારણ કે તેનું કામ ફક્ત જોવાનું છે, સ્પર્શ વગેરે કરવાનું નથી, તે, સ્પર્શન ઈન્દ્રિય [ ત્વચા ] પણ હોઈ શકે નહિ, કારણ કે તેનું કામ ફક્ત સ્પર્શવાનું છે, જેવા વગેરેનું નથી; તે જ પ્રમાણે તે, નાક કે જીભ પણ હોઈ શકે નહિ, કેમકે નાકનું કામ ફક્ત સુંઘવાનું અને જીભનું કામ ફક્ત ચાખવાનું છે. આ હકીકતથી એ નિઃશંક સિદ્ધ થાય છે કે એ વસ્તુને જેનાર, સ્પર્શનાર, સંઘનાર અને ચાખનાર જે એ એક છે તે, ઈન્દ્રિયોથી જુદે આત્મા છે.
આત્મામાં કાળો, ઘેળો, પીળો વગેરે કોઈ વર્ણ નથી; એથી બીજી વસ્તુઓની જેમ તે પ્રત્યક્ષ થઈ શકતું નથી. પ્રત્યક્ષ નહિ થવાથી તે વસ્તુ નથી એમ માની શકાય નહિ. પરમાણુઓ ચર્મચક્ષુથી દેખી શકાતા નથી, છતાં અનુમાન પ્રમાણથી બરાબર તેને સ્વીકાર કરાય છે. સ્થૂલ કાર્યની ઉત્પત્તિ માટે સૂક્ષમ-પરમ સૂક્ષમ અણુઓ હેવાની સાબિતી અનુમાન પ્રમાણુ ઉપર ટકેલી છે. પરમાણુ મૂત–રૂપી છતાં પ્રત્યક્ષગમ્ય નથી, તે અમૂર્તઅરૂપી આત્મા પ્રત્યક્ષ શી રીતે હોઈ શકે ? એમ છતાં સમજવાનું છે કે, જગની અંદર કેઈ સુખી તે કઈ દુઃખી, કેઈ વિદ્વાન તે કઈ મૂખ, કઈ રાજા તે કઈ રંક, કોઈ શેઠ તે કેઈ નેકર, આવી રીતની અનંત વિચિત્રતાએ અનુભવાય છે. આ વિલક્ષણતાઓ કારણ વગર સંભવે નહિ, એ અનુભવમાં ઊતરી શકે તેમ છે. હજાર પ્રયને કરવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org