________________
પંચમ ખંડ
: ૪૯૧ : અને બદલાયેલા સ્થિતિ–સંજોગોમાં જે માગે ગ્રહણ કરવાને પ્રાપ્ત થાય છે તે અપવાદમાર્ગ કહેવાય છે.
અમુક પ્રસંગે ઉત્સર્ગમાર્ગ ગ્રહણ કરે કે અપવાદમાગ ગ્રહણ કરે તે ઠરાવવામાં જે તે વખતના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની વિચારણા આવશ્યક બને છે. “દ્રવ્ય” એટલે પાત્ર, “ક્ષેત્ર” એટલે જે તે વખતની સ્થળ સંબંધી અનુકૂળતા યા પ્રતિકૂળતા, “કાળ” એટલે જે તે વખતની વાત કે વાતાવરણની અનુકૂલતા કે પ્રતિકૂલતા અને “ભાવ” એટલે પાત્રની વર્તમાન કાર્યક્ષમ સ્થિતિ. આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં સમાયેલા અર્થને ટૂંકામાં વ્યક્ત કરવા માટે સ્થિતિ–સંગે અથવા પરિસ્થિતિ એવા શબ્દપ્રયોગને ઉપગ કરવામાં આવે છે.
તાત્પર્ય એ છે કે નીતિશાત્રે અથવા ધર્મશા સામાન્ય નિયમ તરીકે–ઉત્સર્ગમાર્ગ તરીકે એકપક્ષે અમુક વસ્તુ કરવી જોઈએ અથવા અમુક રીતે વર્તવું જોઈએ, અને અન્યપક્ષે અમુક વસ્તુ ન કરવી જોઈએ અથવા અમુક રીતે ન વર્તવું જોઈએ એમ ઠરાવ્યું હોય, તે પણ તે વિધિવાક્ય અથવા નિષેધવાક્ય હંમેશને માટે અને બધી પરિસ્થિતિમાં લાગુ પડે છે એમ સમજવું એ એકાન્ત છે અને ભૂલ છે. અમુક વખતે, અમુક સ્થળે અમુક કરવું કે ન કરવું, એ યગ્ય છે કે અમેગ્ય એ તે તે પ્રસંગના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ (તે તે વખતના સંગ, પરિસ્થિતિ) જેઈને નક્કી કરવાનું છે. દેશકાળાદિ અંગે પરિસ્થિતિ બદલાતાં, જે વાતને સામાન્ય નિયમ તરીકે કર્તવ્ય તરીકે જણાવવામાં આવી હોય તે વાત પલટાયેલા સ્થિતિસંજોગોમાં અકર્તવ્ય બને છે, અને જે વાતને અકર્તવ્ય તરીકે જણાવવામાં આવી હોય તે વાત પલટાયેલી પરિસ્થિતિમાં કર્તવ્યરૂપ બને છે. આને અપવાદમાગ કહે છે. આમાં નિયમનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org