________________
: ૪૯૨ :
જૈન દર્શન ભંગ થતું નથી, પરંતુ નિયમથી જે ઉદ્દેશ સિદ્ધ કરવાને હેય છે તે જ ઉદ્દેશ, અથવા તેના જે અન્ય ઉચ્ચ ઉદેશ, પલટાયેલી પરિસ્થિતિમાં અપવાદમાગને આશ્રય લઈ પાર પાડવામાં આવે છે. બેશક, નિયમને માર્ગ નહિ સ્વીકારીને અપવાદને આશ્રય લેતી વખતે ખૂબ જ સતર્કતા રાખવાની જરૂર છે.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ યા ઉત્સર્ગ અપવાદની બાબતમાં નીચેને લેક દ્રષ્ટવ્ય છે
उत्पद्यते हि सावस्था देशकालामयान् प्रति । यस्यामकार्य कार्य स्यात् कर्म काय च वर्जयेत् ।।*
અર્થાત્ –દેશ, કાલ અને રેગના કારણે એવી અવસ્થા આવી પડે છે કે જ્યારે અકાર્ય કાર્ય બની જાય છે અને કાર્ય અકાર્ય બની જઈ ત્યાગી દેવું પડે છે.
અપવાદ ઔત્સર્ગિક માર્ગને પિષક જ હોય, ઘાતક નહિ. આપવાદિક વિધાનની મદદથી જ ઔત્સર્ગિક માર્ગ વિકાસ કરી
* હારિભદ્ર સત્તાવીશમાં અષ્ટકના પાંચમા શ્લેકની વૃત્તિમાં જિનેશ્વરસુરિજીએ આ શ્લેક ઉદ્દધૃત કરેલ છે. હેમચંદ્રાચાર્યની કાત્રિશિકાના ૧૧મા શ્લેક ઉપરની ભવિષેણસૂરિની સ્યાદ્વાદમંજરી” ટીકામાં આ શ્લેકના આધાર પર કહેવામાં આવ્યું છે કે, આયુર્વેદ મુજબ જે રોગને અંગે જે અવસ્થામાં જે વસ્તુ અપથ્ય હોય તે જ વસ્તુ તે જ રંગમાં બીજી અવસ્થા વખતે પથ્ય બને છે. લંઘન અમુક જવરની હાલતમાં ઉપયોગી છે, પણ ક્ષીણધાતુની હાલતમાં જવરવાળાને એ અગ્ય છે. દેશકાલાદિની અપેક્ષાએ જવરવાળાને પણ દધિ પાન વગેરે સેવ્ય બને છે. મતલબ કે જે અપશ્યને ત્યાગ એક અવસ્થામાં જે રોગને શામક બને છે, તે અપથ્ય જ બીજી અવસ્થામાં તે જ રંગને શમનમાં અનુકૂલ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org