________________
પંચમ ખંડ
: ૪૮૩ : કઈ પણ કાર્યની–મોક્ષની પણ-સિદ્ધિ જ્ઞાન અને ક્રિયા એ બને ઉપર અવલંબે છે. એકલું જ્ઞાન અપંગ છે અને એકલી કિયા અબ્ધ છે, એટલે કિયા વિનાના એકલા જ્ઞાનથી અથવા જ્ઞાન વિનાની એકલી ક્રિયાથી ધાર્યું પરિણામ આણ શકાતું નથી. દાખલા તરીકે, કવીનાઈન મેલેરિયા તાવ ઉપર રામબાણ ઈલાજ છે એવું જ્ઞાન હોવા છતાં જે તેને દવા તરીકે રીતસર રોગ્ય પ્રમાણમાં લેવામાં ન આવે, એટલે કે સદરહુ જ્ઞાનને આચરણમાં મૂકવામાં ન આવે તે તાવ જ નથી; તેમજ, તાવ શાથી જાય છે તે બાબતના જ્ઞાનના અભાવે ભળતી જ કઈ ચીજને દવા તરીકે લેવામાં આવે તેથી તાવ જ નથી; તે જ પ્રમાણે વર્તનમાં અનીતિ, અન્યાય, દંભનો ત્યાગ કર્યા સિવાય મોક્ષ પ્રતિ પ્રગતિ કરી શકાતી નથી એવું જ્ઞાન મેળવ્યા છતાં તે મુજબ વર્તન રાખવામાં ન આવે તે મોક્ષ પ્રાંત પ્રગતિ થાય નહિ. ઊલટું તેથી વિરુદ્ધ દિશામાં પીછેહઠ થાય એ જ બને. મતલબ કે જ્ઞાનને કિયામાં [ આચરણમાં મૂક્યા સિવાય એકલું જ્ઞાન વાંઝિયું રહે છે, અર્થાત્ ફલદાયક થતું નથી; તેમજ જ્ઞાનની સાચી દોરવણી વગરની એકલી ક્રિયા નિષ્ફળ જાય છે અથવા વિપરીત પરિણામ આણે છે.
ભેજનને જેવું અને એનાં વખાણ કરવાં એથી ભૂખ્યા માણસની ભૂખ નહિ ભાંગે, એણે પોતાના હાથ ચલાવવા જોઈશે–ખાવું જોઈશે. એ પ્રમાણે મહાપુરૂષનો ઉપદેશ સાંભળી લીધાથી નહિ ચાલે, પણ એ સદુપદેશને બરાબર સમજી તેને આચરણમાં મૂક પડશે ઇસિત સ્થળના ભાગની માહિતી હોય, પણ એ માર્ગે ચાલીએ નહિ તે એ સ્થળે કેમ પહોંચાય ? અને અજ્ઞાનથી અવળા રસ્તે ચાલીએ તે? તે ઈષ્ટ સ્થળ તે દૂર જ રહે, પણ વધારામાં રખડપટ્ટીની તકલીફ પલ્લે પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org