________________
: ૪૭૮ :
જૈન દર્શન
કાળની મર્યાદા ઉદ્યમ વગેરેથી બદલાવી શકાય છે. અન્ન
લાદ પાકવામાં અમુક વખતની મર્યાદા ખાસ ચેાક્કસ નથી. વૃક્ષનાં ફળ પાકવાના સમય જુદા જુદા દેશમાં ભિન્ન ભિન્ન હાય છે. અન્ય દેશેામાં યન્ત્રા દ્વારા ખેતીનેા પાક હિન્દુસ્તાનની અપેક્ષાએ જલ્દી તૈયાર કરી શકાય છે. હાંથથી બનાવાતી વસ્તુમાં વધુ વખત લાગે છે, જ્યારે યન્ત્ર દ્વારા થાડા વખતમાં તૈયાર કરી શકાય છે. પૂર્વકાળમાં જ્યારે રેલ્વે નહાતી ત્યારે વીરમગામથી કાશી પહોંચતા મહીનાના મહીના લાગતા, જ્યારે વર્તમાન યુગમાં રેલ્વે દ્વારા ત્રીજે દિવસે પહાંચી શકાય છે; અને એરપ્લેનથી સુદૂર પ્રદેશમાં પણ કેટલી ઝડપે પહાંચી શકાય છે તે અજાણ્યુ નથી. આ પ્રમાણે કાળના મર્યાદામાં ઉદ્યમ વગેરેથી ફેરફારની શકયતા પ્રત્યક્ષ જોઈ શકાય છે, છતાં સામાન્યતઃ કાળની થોડી-ઘણી મર્યાદા તે દરેક કાર્યની સિદ્ધિમાં અવશ્ય રહે છે, માટે કાળ સ્વતન્ત્ર નહિ, પણ ઉદ્યમ, સ્વભાવ વગેરે અવલ બીને જેટલે દરજ્જે કાર્યસાધક ( કાર્ય સાધનમાં ઉપયાગી ) ડૅાય તેટલે દરજ્જે તેની મહત્તા માનવી ન્યાય્ય છે. કાળની સહકારિતા ધ્યાનમાં લેવામાં આવે તે કાના પ્રારભ કરીને કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મણુસ ધીરજ રાખતાં શીખે; નહુિ તે કોઇ કામને માટે ક્રિયા પ્રારંભ કરીને તરત જ કે પૂરતા વખત પહેલાં-અસમયમાં જ-મ્લેચ્છા રાખવા જતાં તેમ ન બનવાને લીધે માણસ નિરાશ થઇ જાય, અને કાર્ય સાધવાના ઉદ્યમમાં ઢીલે-પેચે પડી જાય તે ફળથી વંચિત રહે. કાળની સહકારિતા સમજાતાં એમ સમય કે કાળે કરી ફળ મળશે, અર્થાત કાળક્રમે કાર્ય સિદ્ધ થાય, અને એથી માણસ કાર્યમાં ઉદ્યમી રહે.
કાળની મર્યાદા ઉલ્લ્લંઘનીય છે, તેમ સ્વભાવની મર્યાદા ઉલ. ઘનીય નથી, છતાં વ્યવહારષ્ટિએ સ્વભાવનું પણ અતિક્રમણુ
Jain Education International
さ
For Private Personal Use Only
www.jainelibrary.org