________________
પંચમ ખંડ
: ૪૭૯ : થતું જોવાય છે. (વ્યવહારમાં જેને મનુષ્યને સ્વભાવ કહેવામાં આવે છે તે ખરેખર સ્વભાવ નહિ, પણ વિમાન છે. અને તેથી તેમાં ફેરફારની શક્યતા હોય છે.) ક્રોધી માણસને ક્રોધી સ્વભાવ શાન્તાત્મા સંતના સત્સંગીથી ઓછો થઈ જઈ શકે છે, અને સત્સંગસંપાદિત ઉત્તમ ભાવનાઓના સુદઢ સંસ્કારબળથી તે નાબૂદ પણ થઈ જાય છે. સત્સંગના બળે દુજન પ્રકૃતિ સાજન પ્રકૃતિમાં ફેરવાઈ જાય છે. સોબત પ્રમાણે સારા ખરાબ થઈ જાય છે અને ખરાબ સારા. વળી ભિન્નભિન્ન વસ્તુઓનું મિશ્રણ કરવાથી એ વસ્તુઓના મૂળ સ્વભાવમાં ફેર પડે છે અને અન્ય જ સ્વભાવ પેદા થાય છે. જેમકે પિસ્વભાવવાળી સૂઠ અને કફસ્વભાવને ગોળ એ બેનું મિશ્રણ થતાં તેમાં કફ કે પિત્તના સ્વભાવને દોષ રહેતું નથી.
કર્મમાં–પૂર્વકર્મમાં પણ ફેરફાર થાય છે. એના સ્થિતિ. રસમાં ફેરફાર થાય છે. કેઈ કમ વહેલું પણ ઉદયમાં આવે છે. કર્મનાં ઉપશમ, ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ થઈ
t “ કર્મ ની મુખ્ય અવસ્થાઓનું નિરૂપણ ૩૩૩માં પૃષ્ઠ પર શરૂ થાય છે. એમાં એક “ઉપશમના” અવસ્થા બતાવી છે. કમની ઉપશમના દેશ ઉપશમના (આંશિક ઉપશમના) હતા સંક્રમણ તથા ઉદ્વર્તન-અપવર્તન ક્રિયાઓ (એવા ઉપશાત કર્મ ઉપર) પ્રવતી શકે છે, કિન્તુ કર્મના નિબિડીકરણરૂપ “નિધત્તિ ” અને “નિકાચિત” ક્રિયા પ્રવતી શકતી નથી, પરંતુ જ્યારે કોઈ પણ ક્રિયાની અસર નીચે ન આવી શકે એવી કર્મની સર્વ ઉપશમના (પૂર્ણ ઉપશમના) થાય છે, ત્યારે પણ એ “ઉપશાન્ત” અવસ્થા વધુ વખત ટકતી નથી, થેડી જ વારમાં ઉપશાન કર્મ પાછું ઉદયમાં આવે છે અને એ “ઉપશાત ” આત્મા જેમ ચડ્યો હતો તેમ પડવા માંડે છે.
આખરે કર્મને “ક્ષય’ જ પૂર્ણ શ્રેય સાધક થાય છે. કર્મને ક્ષય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org