________________
૪ ૪૭૬ :
જૈન દર્શન રેલ્વે, મટર, ટેલીગ્રાફ, વાયરલેસ ટેલીગ્રાફ, ફેનેગ્રાફ, એરોપ્લેન, રેડિયે, અણુબ વગેરે જે નવી નવી શેઠે નીકળી છે, જેને ઉપગ આમજનતામાં વ્યાપક બન્યું છે, અને બીજા નવા નવા આવિષ્કારે જે નીકળતા જાય છે તે પુરુષાર્થ–બળનાં જવલન્ત ઉદાહરણ છે. પુરુષાર્થ ફેરવનાર વ્યક્તિ કે પ્રજા આગળ વધે છે અને પિતાના ઉત્કર્ષ તથા અસ્પૃદયને ખીલવે છે. અકર્મણ્ય વ્યક્તિ કે પ્રજા પિતાના નિ:સત્વપણાને લીધે પાછળ રહે છે અને બીજાની ગુલામી નીચે એને કચડાવું પડે છે. (ઉદ્યમથી પ્રાપ્ત થતી સિદ્ધિને દુરુપયોગ કરવામાં આવે તે એ ઉદ્યમને કે સિદ્ધિને વાંક નથી, પણ સિદ્ધિને દુરુપયેગ કરનારને વાંક છે એ ઉઘાડું જ છે.) (૫) નિયતિ
નિયતિ” એટલે ભાવિભાવ અથવા ભવિતવ્યતા. અવશ્ય ભાવભાવ અવશ્ય બને છે એ પ્રમાણે “નિયતિને અર્થ આપી શકાય. અનુકૂલ સંજોગોથી ખેતી પાકીને તૈયાર થઈ, પણ હિમ પડવાથી યા તીડનાં ઝુંડનાં આક્રમણથી અથવા કોઈ અનિવાર્ય આકસ્મિક ઉપદ્રવથી ખેતિ નષ્ટ થાય તે ભાવિભાવ(નિયતિ)નું ઉદાહરણ છે. ફલસિદ્ધિ સાંપડવાના અણુના વખતે જ બીમારી કે બીજું કઈ આકસિમક પ્રબલ વિઘ આવી પડતાં કલસિદ્ધિ અટકી પડે તે “નિયતિ”નો પ્રભાવ મનાય છે. સટ્ટા, લેટરી વગેરેમાં વગર મહેનતે ધનવાન બની જવાનું પણ “નિયતિ” પર મૂકાય છે.
નિયતિ જીના સંબંધમાં એક પ્રકારનું અનિવાર્ય કર્મ” કહી શકાય, જેને જૈન પરિભાષામાં “નિકાચિત” કર્મ કહેવામાં આવે છે. જે કર્મ પ્રાયઃ અભેદ્ય હેઈ અવશ્ય (વિપાકેદયથી) સુખ કે દુઃખરૂપે ભેગવવું પડે તે નિકાચિત કર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org