________________
પંચમ ખંડ
: ૪૭૧ :
સાથેસાથે આ પ્રત્યક્ષ દુનિયાને રૂડી બનાવવામાં પિતાને શક્તિભર પ્રશંસનીય ફાળો આપી જાય છે, જેનાથી વધારે રૂડું બીજું શું હોઈ શકે ?
અનેકાન્તદષ્ટિના વિષયપ્રદેશનું એક વધુ સ્થળ આ નીચે રજૂ કરવામાં આવે છે– (૧) કાળ
કરેલા શુભાશુભ કર્મો તરત ઉદયમાં આવતાં નથી, પણ પરિપકવ થયા પછી ઉદયમાં આવે છે, માટે કર્મને પણ પોતાનું ફળ બતાવવામાં કાળની અપેક્ષા છે. કાર્યસિદ્ધિને અનુકૂલ ઉદ્યમ પણ સફલ થવા માટે થોડેઘણે વખત લે જ છે. આંબો વાવ્યું કે તરત જ ફળ ઉત્પન્ન થતું નથી. આગબોટ કે મેટર હંકારી યા એરપ્લેન ઉડયું કે તરત જ ગતવ્ય સ્થળે પહોંચતા નથી. કેરીની ગોટલીમાં આંબે બનવાનો સ્વભાવ છે અને ઉદ્યમ વગેરેની અનુકૂલતા છે, છતાં કાળની મર્યાદા પ્રાપ્ત થયા વગર તે ગેટલી આંબે બની શકતી નથી, માટે સ્વભાવને પણ કાળની દરકાર છે. શિયાળામાં ઠંડી પડે, ઉન્ડાળામાં ગરમી પડે, વર્ષાઋતુમાં વરસાદ પડે, વસન્તડતુમાં વૃક્ષે સુપલ્લવિત બને, યૌવનવયમાં પુરુષને દાઢીમૂછ આવે એ વગેરે ઘણું ઘણું બાબતે ઉપરથી કાળની નિમિત્તકારણુતાનું સામર્થ્ય જાણી શકાય છે કાળ જિન્દગીના બનાવમાં અગત્યનો ભાગ ભજવે છે એમ કહ્યા સિવાય રહી શકાય તેમ નથી. મોક્ષને માટે પણ ભવસ્થિતિના પરિપાકની આવશ્યકતા બતાવાય છે તે પણ કાલની લબ્ધિ જ છે. (૨) સ્વભાવ
ચેખા વાવ્યા હોય તે ચોખા જ અને ઘઉં વાવ્યા હોય તે ઘઉં જ ઊગે એ મહિમા સ્વભાવને છે. એમાં કાળની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org