________________
= ૪૭૦ :
જૈન દર્શન સમજાવ્યું. ક્ષણિકવાદે સમગ્ર દુન્યવી વિસ્તારને ક્ષણિક (ક્ષણભંગુર) બતાવી, ક્ષણિક ઉપર મેહ શે ? એમ ઠસાવી મેહવાસનાને હટાવવાના સદુપદેશમાં પિતાને ફાળે આપે. શૂન્યવાદે નાશવંત જગતની સમજ પાડીને આખરે બધું સૂનું સૂનું થઈ જાય છે એવા સર્વ સ્પશી અનુભવના આધાર પર, સંસારની અસારતાના અર્થમાં દૌર્જન્યપ્રેરક દુઃખદ મેહનું દરીકરણ કરવાના ઈરાદે “શૂન્યવાદ જણાવ્યું. જ્ઞાનવાદે, લાભકારક વસ્તુને નુકશાનકારક અને નુકશાનકારકને લાભકારક, હિતને અહિત તથા અહિતને હિત, પ્રિયને અપ્રિય અને અપ્રિયને પ્રિય સમજી લેનારું મન કોનાથી અજાણ્યું છે? એમ જણાવી અર્થાત્ વસ્તુની હાલત ગમે તે હોય, પણ તેની નાનારંગી કલપના ચિત્તને આવરી લઈ નાનારંગી બનાવે છે એવી લેક. પ્રતીતિને રજૂ કરી સત્ય-શીલ-સદાચારથી સધાનારી ચિત્તશુદ્ધિમાંથી પ્રગટનાર વિશુદ્ધ અનુભૂતિ અને પ્રમિતિ ઉપર જીવનસ્વાચ્ય અવલંબિત હોવાનું નિરૂપ્યું. જગકર્તવાદે ઈશ્વરનું ઐશ્વર્ય (સામર્થ્ય) વર્ણવી તેની તરફ ભક્તિ કેળવવાનું ઉપદેશી તે ભક્તિના અનુસંધાનમાં તેના સાચા ફળરૂપે સચ્ચરિત્રશાલી બનવાનું ઉદ્દઘેપ્યું-એ અભિપ્રાયથી કે સચ્ચરિત્ર વગર ભક્તિ નહિ અને ભક્તિ વગર સચ્ચરિત્રને વિકાસ નહિ જગકર્તા ઇશ્વર નહિ માનનાર વાદે આત્માને સ્વયંભૂશક્તિશાલી બતાવી આત્મા ઉપરનાં કાર્મિક આવરણનાં આક્રમણ ખસેડવામાં પોતાના સમર્થ આત્મબળને ઉપયોગ કરવાનું પ્રરૂપ્યું. આમ પરસ્પર વિરુદ્ધ દેખાતા પૌરાણિક વાદોના પુરસ્કર્તાઓએ પિતપોતાના વાદના પુરસ્કરણના મૂળમાં જીવનને સગુણી, સદાચરણી, સત્કર્મ બનાવવાનું જ એકમાત્ર મુખ્ય ધ્યેય રાખ્યું છે. આ દયેયને કઈ પણ મતાવલંબી દાર્શનિક કે વાદી સાધી શકે છે અને એમ કરી પોતાના કલ્યાણસાધનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org