________________
નથી, કરમાવે છે જે વિચાર જાત. ઈશ્વર
પંચમ ખંડ
: ૪૬૯ ઃ સાધનારૂપે જ લેખાવાની. એની એ સાધના અજાણ્ય પણ ( આત્મતત્વના સ્વતંત્ર અસ્તિત્વથી અજાણ હાલતમાં પણ) એના આત્માના શુદ્ધીકરણમાં જ પહોંચવાની. એટલે એ માણસ માન્યતાની દષ્ટિએ અનામવાદી કહેવાવા છતાં વર્તનની દષ્ટિએ આત્મવાદી છે, જ્યારે આત્મવાદીનું વર્તન જે આત્માને હિતાવહ ન હોય, સદાચરણપૂત ન હોય તે એ, માન્યતાથી ભલે આત્મવાદી કહેવાય, પણ વાસ્તવિક રીતે અનાત્મવાદી છે, બેલવા પૂરતું જ એ આસ્તિક છે, બાકી નાસ્તિક છે. સ્વ–પરને ભયરૂપ બને એવે. આ જ પ્રમાણે ઈશ્વરવાદની બાબત. ઈશ્વર કે પરમાત્મા સદાચરણી બનાવવાનું, વિચાર–વાણી–વર્તનને વિશુદ્ધ રાખવાનું ફરમાવે છે. હવે જે માણસ ઈશ્વરવાદમાં માનતો નથી, છતાં આ ફરમાનને અમલ કરે છે. અર્થાત્ સદાચરણના શુભ માર્ગ પર ચાલે છે, તે ઈશ્વરભક્ત નહિ? તે માન્યતાની દષ્ટિએ ભલે નિરીશ્વરવાદી ગણાય, પણ તત્વતઃ ઈશ્વરવાદી છે, ઈશ્વરભક્ત છે. કેમકે એને ઈશ્વરના અસ્તિત્વની કલ્પના ન હોવા છતાં એ એ સન્માર્ગ પર ચાલે છે, જે માગે ચાલવાનું ઈશ્વરનું ફરમાન છે. વિધ્વંભર ભગવાને પૂજક પાસેથી કંઈ જોઈતું નથી. જોઈતું હોય તે એટલું જ કે માણસ માણસ બને. એ જે પૂજકને ફરમાન કરે તે એટલું જ કરે કે માણસ બન! જીવનમાંથી દો અને બુરાઈઓ દૂર કરી સદ્ગુણ થા! સદાચરણી અને સકમી થા ! માણસ એવું જીવન જીવે એટલા માટે જ અદ્વૈતવાદે જડતત્વ ઉપરને મેહ ખંખેરી નાખી આત્મદષ્ટિને જગાવી બ્રહ્મનિષ્ઠ અર્થાત્ આત્મનિષ્ઠ એટલે કે આત્મારાધક બનવાનું ઉપદેશ્ય. દ્વૈતવાદે ચેતનતત્વ સાથે ભળેલ અચેતનતવ (જડતત્ત્વ)ને ઓળખી તેને પિતાના ચિત્-સ્વરૂપમાંથી ખસેડવાનું પ્રધ્યું, અર્થાત નિર્મોહ દશા પ્રાપ્ત કરી પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રગટાવવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org