________________
૬ ૪૬૮ :
જૈન દર્શન બધાં મત એક બીજા સાથે ટકરાતાં રહે છે અને વાદ વિવાદને વિષય બન્યાં રહે છે એમ છતાં જગની દૃષ્ટિ આગળ એક તત્વ સુનિશ્ચિત છે, અને તે બધા પ્રાણધારીએમાં સમગ્ર જીવન્ત શરીરમાં “હું”નું વેતન-સંવેદન થાય છે તે એ સર્વાનુભવસિદ્ધ અને સર્વમાન્ય તત્વના આધાર પર “જીવે અને જીવવા દે”ને ઉપદેશ સર્વગ્રાહ બન્યું છે. કટ્ટરમાં કટ્ટર કહેવાતી નાસ્તિક સંસ્થા પણ એ ઉપદેશને
સ્વીકારે છે અને કર્તવ્ય માને છે. એ ઉપદેશ એટલે સુધી માનવસમૂહમાં વિસ્તરેલે છે કે બીજાના હિતના ભેગે પોતાનું હિત સાધવું એ અનીતિ છે, દોષ છે, પાપ છે એમ માણસ માત્રને સમજાયું છે અને સમજાયું છે કે “હુ”નું સંવેદન બધા પ્રાણીઓમાં એકસરખું હોવાથી બધાએ પરસ્પર સભાવ અને મૈત્રીથી રહેવું અને વર્તવું જોઈએ. એ રીતે વર્તવામાં જ બધાનાં હિત અને સુખ સમાયાં છે. ટૂંકમાં “હું”ના સર્વમાન્ય તત્ત્વના આધાર પર આખું નૈતિક ધરણ અથવા સદાચરણનીતિ ગોઠવાઈ જાય છે. જે માણસ “અ કહે અંધારો ક 9 મુજબ દાર્શનિક ચર્ચાઓ અને કલપનાઓથી મુંઝાઈ જઈ વિષમ ઝંઝાવાત સમા લાગતા વાદોથી વિરક્ત થઈ ગયો હોય તે પણ ઉપર બતાવેલ સર્વગ્રાહ્ય “હું”ના તત્વ પર પ્રતિષ્ઠિત સદાચરણ-નીતિની (સત્ય-શીલ-સદાચારની) ઉપાસનાથી પોતાનું કલ્યાણ સાધી શકે છે. ખરેખર એ ઉપાસનાના બળે ચિત્તશુદ્ધિ સધાતી અને વિકસતી જાય છે અને વિકાસ પામતી પામતી એવી ઉજજવલ બનવા પામે છે કે અગોચદ રહેલાં સત્ય જેવાં હોય તેવાં એ માણસની દૃષ્ટિને સ્પષ્ટ થાય છે. વાગતું લાગતું બધું માંડવે આવી જાય છે. - આ ઉપરથી સમજી શકાય છે કે અનાત્મવાદી પણ જે શદ્ધ સદાચરણપરાયણ હશે તો એની એ સાધના આત્મતત્વની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org