________________
પંચમ ખંડ
: ૪૬૫ –પરમાત્માનું શરીરધારી અવસ્થામાં સાકારપણું અને વિદેહ દશામાં નિરાકારપણું એમ બને સંગત હોવાથી એમાં વિરોધને અવકાશ નથી. ૧૩ આત્મવિભુત્વવાદ– शरीरमानोऽस्ति शरीरधारी विभूः पुननिविभूत्वयोगात् । इत्थ बुधोऽवैभव-वैभवस्य समन्वयं सत्कुरुते त्वदोयम् ।।१४।।
–શરીરધારી આત્મા સ્વશરીરપ્રમાણ છે, અને જ્યારે એ વ્યાપક જ્ઞાનશક્તિના પ્રકાશથી પ્રકાશમાન બને છે ત્યારે એ જ્ઞાનની વિભુતાની દષ્ટિએ વિભુ પણ છે. આમ, તારા બતાવેલા વિભુત્વ અને અવિભુત્વના સમન્વયને સુજ્ઞ જન સત્કારે છે. [ જૈનદષ્ટિએ આત્મા અસંખ્ય પ્રદેશી હોઈ તેના પ્રદેશ સુવિસ્તૃત થતાં સકલલેકવ્યાપી બને છે. આ પ્રકારે પણ આત્મા વિભુ ( વિભુત્વશક્તિને ધારક) છે.] ૧૪ શૂન્ય અને ક્ષણિકવાદ– जगत् समग्र खलु सारहीनमिति प्रबुद्धो निजगाद शून्यम् । विनश्वरंच क्षणिक तदेव ज्ञात्वाऽऽशय कःकुरुतां विरोधम् ? ।।१५।।
–સમગ્ર જગત્ અસાર છે એમ સમજનારે એને “શૂન્ય” કહ્યું અને એને વિનશ્વર (ક્ષણભંગુર) સમજનારે “ક્ષણિક” જણાવ્યું. આ દષ્ટિએ “શુન્યવાદ” અને “ક્ષણિકવાદ” ને સમજવામાં આવે તે કોણ વિરોધ કરે તેમ છે? ૧૫ દિગમ્બર જૈવેતામ્બરવાદ– *वेताम्बरा दिग्वसनाश्च हन्त ! कथ मिथः स्युः कलहायमानाः? आश्रित्य नग्नेतरभावभूमि भवत्यनेकान्तधुरन्धरत्वे ।।१६।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org