________________
: ૪૬૪૬
જેન દર્શન છે. સુજ્ઞ જન અનેકાત્મવાદને (જીવે જુદા જુદા છે એ તત્ત્વને) સિદ્ધાંત, જે યથાર્થ છે, તેને અનુગામી છતાં, ઉપર કહ્યા મુજબ એકાત્મવાદની ભાવના સેવે છે. ૧૦
અવતારવાદ– मुक्तस्य भूयो न भवावतारो मुक्तिव्यवस्था न भवावतारे । उत्कृष्टजन्मान उदारकायॆमहावतारा उदिता महान्तः ।।११
–મુક્તિ પામ્યા પછી મુક્ત આત્માનું પુન: સંસારમાં અવતરણ થતું નથી. સંસારમાં એનું પુનઃ અવતરણ માનવામાં મુક્તિની વ્યવસ્થા રહેશે નહિ. અતઃ એ પ્રકારને “અવતારવાદ” યુક્તિયુક્ત નથી. મહાન પુરુષને જન્મ મહાન કાર્યો કરવા વડે મહાન ગણાય છે. અને એથી જ “અવતારને અર્થ “જન્મ” હેઈ તેઓ “અવતારી” કે મહાન–અવતારી ગણાય છે. ૧૧
કર્તતવાદसोपाधिरात्मा जगति प्रवृत्तोऽनुपाधिरास्मा न वहेदुपाधिम् । एवं हि कर्तृत्वमकर्तृतां चाश्रित्योद्भवन्त: कलहा व्यपेयुः ।। १२
-ઉપાધિવાળે આત્મા જગતમાં પ્રવૃત્તિ કરે છે. ઉપાધિમુક્ત શુદ્ધ (સચ્ચિદાનન્દમય) આત્માને-પરમ આત્માને ઉપાધિ ઉઠાવવાપણું હોય નહિ. આમ, કતૃત્વ અને અકતૃત્વવાદને અંગે ઊભા થતા કલહ શમી જાય છે. ૧૨
સાકારનિરાકારવાદ– साकारभावे सशरोरतायां निराकृतित्वे च विदेहतायाम् । सङ्गच्छमाने परमेश्वरस्थ विरोधभावोऽनवकाश एव ।।१३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org