________________
પંચમ ખંડ
૪૫૯ હાથીને એક એક અંશ જ સમજાયે કહેવાય. હાથીના એક એક અંશને હાથી માનનારા પેલા આંધળા કેવા ઘેલા હતા? અને એટલે જ હાથીના એક એક અવયવને હાથી માની આપસમાં ઝગડવા લાગ્યા. એક એક બાજુની અધૂરી વાતને પકડી તેને પૂર્ણ સત્ય માની બીજાના દષ્ટિબિન્દુ અને તત્સાપેક્ષ સમજને સમજવાને યત્ન નહિ કરનારા અને પૂરું સમજ્યા વગર તેને અવગણનારા આપણઆપસમાં વિરોધ અને બખેડા કેવા મચાવે છે એ આપણી નજર સામે ઉઘાડું છે. અજ્ઞાનનું (દુરાગ્રહયુક્ત અધૂરા જ્ઞાનનું) કામ જ લડાવવાનું છે !
જેમ, હાથી તેના એક એક અવયવમાં નહિ, પણ તેના સઘળા અવયવોમાં જણાય, તેમ વસ્તુ તેની એક જ બાજ નહિ, પણ, તેની સંભવિત વિવિધ બાજુએ માલૂમ થાય ત્યારે પૂરી જણાઈ કહેવાય. અર્થાત્ હાથીના મુખ્ય મુખ્ય સઘળા અવયવમાં હાથી જાણ એ જેમ હાથી વિષેની પૂરી સમજ કહેવાય, તેમ વસ્તુને એનાં ભિન્ન-ભિન્ન સ્વરૂપોમાં જાણવી એ વસ્તુ વિષેની પૂરી સમજ કહેવાય. મતલબ કે વસ્તુની એક એક નહિ, પણ સંભવિત અનેક બાજુએ જાણવામાં વસ્તુનું પૂરું જ્ઞાન સમાયું છે. જડ કે ચેતન તત્તવની અનેક બાજુએ રીતસર સમજવામાં આવે તે દાર્શનિકમાં, હાથીના એક એક અંગને પકડી લડનારા પિલ લેકે જેવી લડાઈ થાય ખરી ?
વ્યવહારમાં તે સમય ઉપર સમય-સંજોગ અનુસાર પ્રાયઃ કોઈ એકાદ વિચારમાર્ગ ગ્રહણ કરી લેવું પડે છે. વ્યવહારમાં એમ જ હોય. નયદષ્ટિ વ્યાવહારિક ઉપયોગની વસ્તુ હોઈ જે. વખતે જે વિચારદષ્ટિ ગ્ય કે અનુકૂલ લાગે તે દષ્ટિ(નયદષ્ટિ) અનેકાન્તરત્ન કેષમાંથી પકડી લેવાની રહે છે.
સ્યાદ્વાદ” યા “અનેકાન્તવાદ એ એક એવી વિશાળ દષ્ટિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org