________________
૪૬૦ :
જેને દર્શન વાદ છે, જે, વસ્તુનું ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી-જુદી જુદી બાજુઓથી અવલોકન કરે છે. આ વિશાલ અને વ્યાપક દષ્ટિના અવેલેકને એકદષ્ટિબદ્ધ વિચારે સંકુચિત (અધૂરા) પુરવાર થાય છે અને ભિન્ન ભિન્ન દષ્ટિબિન્દુસંગત ભિન્ન ભિન્ન (વિરુદ્ધ દેખાતા) વિચારે પણ માલામાં મૌક્તિકોની જેમ સમન્વિત બની જાય છે. અનેકાન્તવાદ, માટે જ, વસ્તુતઃ સમન્વયકલા હાઇ સમન્વયવાદ છે, જેનું પરિણામ અધૂરી દષ્ટિએથી ઊપજતા કલહને શમાવી સામ્યવાદ( સમવાદ-સમભાવ)ના સર્જ નમાં આવે છે. કેમકે એક ઈષ્ટિના આધાર પર એક બાજુને મત ધરાવનાર જ્યારે સામી દૃષ્ટિને ખ્યાલ પામે છે ત્યારે તેને એક બાજુને અનુચિત જકક અને એ વિષેની તકરાર મટી જાય છે. અવશ્ય, એકબીજાનાં માનસને સમાહિત બનાવી પરસ્પર મીઠાશવાળાં બનાવવામાં વ્યાપક જ્ઞાનની જરૂર છે અને તે, વ્યાપકદષ્ટિ પૂરું પાડે છે, જે દષ્ટિને જૈનદર્શનમાં “અનેકાંત દષ્ટિ” કહેવામાં આવે છે, જે ખરેખર સંસ્કારી જીવનનું સમર્થ અંગ છે એ દષ્ટિ વ્યવહારુ પણ છે અને આધ્યાત્મિક પણ છે. એને વ્યવહારજગતને કુનેહબાજ પણ સમજે અને મોક્ષ માર્ગને પ્રવાસી પણ સમજે. એ વિશાલ વિચારદષ્ટિના વિમલ જલથી અન્તદષ્ટિનું પ્રક્ષાલન થતાં રાગ-દ્વેષ શાન્ત પડવા માંડે છે, જેથી ચિત્તની અહિંસાત્મક શુદ્ધિ થતાં આત્મસમાધિને માર્ગ સુલભ થવા પામે છે.
વિશાલ દષ્ટિના ગે ઉદારભાવ પ્રગટે છે તે બાબત એકાદ ઉદાહરણ સાથે જરા જોઈએ.
એક સંપ્રદાય કહે છે કે જગકર્તા ઈશ્વર છે, બીજે કહે છે કે જગન્ત ઈશ્વર નથી અથવા ઈશ્વર જગત્કર્તા નથી. નિઃસંદેહ આ બંનેમાંથી કોઈ એક અસત્ય છે. પણ સમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org