________________
૪૫૮ :
જૈન દર્શન अनेकान्तोऽप्यनेकान्तः प्रमाणनयसाधनः । अनेकान्तः प्रमाणात्ते तदेकान्तोऽपितानयात् ।। . .
[સ્વયમ્ભસ્તોત્ર, ૧૦૩) અર્થાત્-અનેકાન્ત એ પણ એકાને નથી, એટલે કે અનેકાન્ત પણ છે અને એકાન્ત પણ છે–બને છે. પ્રમાણગેચર અનેકાન્ત છે અને નયગોચર એકાન્ત છે. '' આ ઉપરથી જોઈ શકાય છે કે નયવાદ સાપેક્ષ એકાન્તવાદ હતાં સમ્યક એકાતવાદ છે. એવા એકાન્તવાદેને સુયોજિત હાર તે અનેકાન્તવાદ છે. દિવાકર શ્રીસિદ્ધસેનના સન્મતિતકની भई मिच्छादसणसमूहम इअस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ सविग्गसुहाहिगम्मस्स ।। .
આ ૬૯ મી ગાથામાં જિનવચનને મિથ્યાદર્શનના સમૂહ રૂપ જણાવવામાં આવ્યું છે. અર્થાત્ અનેકાન્તપૂત જિનવાણી સમન્વિત બનેલાં મિથ્યાદર્શનેને સમુચ્ચય છે. મતલબ એ કે જેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે તે આંશિક જ્ઞાનમાં આંશિક સત્ય સમાયેલું છે. ષડ્રદશન જિનઅંગ ભણી જે 7 એ આનંદઘનને ઉદ્ગાર પણ એ જ જણાવે છે. અંશ જ્ઞાનને અંશ સત્ય માનવાને બદલે સમગ્ર સત્ય માની બેસવું એનું નામ મિથ્યાદર્શન. - હાથીના જાણીતા ઉદાહરણ પર વિચાર કરતાં જોઈ શકાય છે કે આ હાથી જ્યારે સમજાય ત્યારે એક હાથી વસ્તુ પૂરી સમજાઈ ગણાય; પણ તેના એક એક જ અવયવને હાથી સમજવામાં આવે એ કંઈ હાથી સમજાયે ન કહેવાય, પણ
* આ ઉદાહરણ તિત્યિયસુત્ત, ઉદાન વચ્ચ માં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org