________________
પંચમ ખંડ
:૪૫૭: અથવા “સ્થાત્ સત્ જ” એવા પ્રકારનું છે. એમાં સ્થાત ”ને પ્રયોગ એટલા માટે છે કે બીજા પણ ધર્મો સાપેક્ષ રીતે વનિત કે સૂચિત થાય. “સ્થાત્ ” મૂકવાથી એ કથન સ્પાદુવાદ અને છે. નયને ઉલેખ “સત્ ” એ પ્રકારનું છે. કારણ કે એ સ્વાભિમત ધર્મને જ કથે છે. સ્વાભિમત ધર્મથી ભિન્ન ધર્મની પંચાતમાં એ પડતું નથી. પરંતુ જે સ્વાભિમત ધર્મના નિવેદન સાથે ઇતર ધર્મને નિષેધ કરે તે નય નહિ, પણ દુર્નય છે. એને ઉલ્લેખ “સત્ જ એમ એકાન્ત (નિરપેક્ષ એકાન્ત) નિર્ધારણરૂપ છે. નય અને દુર્નય એ બે વચ્ચેને આ જ તફાવત છે. યદ્યપિ એ બેના વાક્યમાં તફાવત નથી હોતે, છતાં અભિપ્રાયમાં અવશ્ય તફાવત હોય છે.
જેમ અવધારણ વગરને ધર્મનિર્દેશ નય છે, જેમકે સત્ ”, તેમ એકાન્તનું અવધારણ પણ સાપેક્ષ હોય તે નય છે. જેમકે “સ્થાત્ સત્ જ”. આ વાક્યમાં “જ” મૂક્યો હોવાથી સત્ય (અસ્તિત્વ) સાવધારણ છે, પણ તે સાપેક્ષ છે. એ સાપેક્ષતા “સ્થાના પ્રયોગ કે અધ્યાહારથી જાણું શકાયું છે. અથવા તેની પાછળ તે પ્રકારને જ અભિપ્રાય હોય છે. એ જ પ્રમાણે “ઘટ અનિય છે' એ અવધારણ વગરને ધર્મનિદેશ જેમ નય છે, તેમ “ઘટ કથંચિત્ અનિત્ય જ છે' એવે સાવધારણ નિર્દેશ પણ સાપેક્ષ હેઈ નય છે–“નાસ્તવ અંત વવાના રૂ”–સ્વામી સમન્તભદ્ર,
સ્વામી શ્રી સમન્તભદ્રજી કહે છે –
x सदेव, सत्, स्यादिति त्रिधार्थो મીર સુનીતિ-નય બનાઃ ..
A [ હેમચંદ, અન્યયોગવ્યવચ્છેદિકા, લેક ૨૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org