________________
• ૪૫૬ :
જૈન દર્શન
પ્રમાણુવાક્ય અને નયવાક્ય વસ્તુને સામાન્યતઃ પૂર્ણરૂપે વિષય કરનાર “પ્રમાણ”નું વાક્ય તે પ્રમાણવાક્ય; અને વસ્તુને અંશરૂપે વિષય કરનાર “નય’નું વાક્ય તે નયવાક્ય, આ બે વાક્યો વચ્ચેનું અંતર શબ્દોથી નહિ, પણ ભાવથી માલૂમ પડે છે. જ્યારે આપણે કઈ શબ્દદ્વારા સામાન્યતઃ પૂરી વસ્તુ કહીએ છીએ ત્યારે તે પ્રમાણુવાક્ય કહેવામાં આવે છે અને
જ્યારે આપણે શબ્દદ્વારા વસ્તુના કેઈ એક ધર્મને કહીએ છીએ અથવા કેઈ એક ધર્મ મુખે વસ્તુને કહીએ છીએ ત્યારે તે નયવાક્ય કહેવાય છે. નયવાક્ય અર્થાત “વિકલાદેશ” વસ્તુને તેના કેઈ એક ધર્મ મુખે રજૂ કરે છે, અને પ્રમાણુવાક્ય અર્થાત્ “ સકલાદેશ” વસ્તુને તેના કેઈ એક ધર્મ મુખે રજૂ ન કરતાં સામાન્યતઃ સમૂચી રીતે રજૂ કરે છે.
જરા ઉદાહરણથી જોઈએ. “સંસારના વૈભવ કે દુન્યવી પદાર્થો વિદ્યુતની જેમ ક્ષણિક છે.” એવાં વાક્યમાં “વિદ્યુત ” શબ્દને નિર્દેશ, વિદ્યુત શબ્દનો અર્થ ખૂબ ચમકદાર એ હોવા છતાં ચમકદારીના હિસાબે નથી, કિંતુ ચમક્વાવાળી તે સમૂચી વસ્તુને તે આદેશ (નિર્દેશ) છે. અતઃ તે
સકલાદેશ” છે. કેઈ છેકરીની ચમકતી કાંતિ તથા અતિચપલતા માટે આપણે એમ કહીએ કે “આ છોકરી વિદ્યુત છે” ત્યારે એ “વિદ્યુત્ ” શબ્દને નિર્દેશ એ [ વીજળી] વસ્તુના સૌંદર્યસમેત ચપળતારૂપ ધર્મના મુખે થયેલે છે માટે તે
વિકલાદેશ છે. એ જ પ્રમાણે “જીવ’ શબ્દથી જાણવું, દેખવું વગેરે અનેક ધર્મોવાળી સામાન્ય જીવ વસ્તુને બંધ કરાય તે “સકલાદેશ” અને ફક્ત “જીવન” ધર્મથી જ મતલબ હોય તે “વિક્રલાદેશ.”
પ્રમાણ” બેધને ઉલેખ “સ્વાતું ( કથંચિત) સત ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org