________________
પ્રથમ ખંડ
: ૫:
(
*
સુખી છું, હું દુઃખી છુ.” એવી લાગણી, શરીર ( પૃથ્વી વગેરે ભૂતાનું પૂતળું હાઇ ) જડ છે માટે તેને હાઈ શકે નહિ. શરીરને આત્મા માનવામાં આવે તે ‘મડદુ’કહેવાતા શરીરમાં જ્ઞાનના પ્રકાશ હેાવાનું કાં ન બને ? · મડદું’ કહેવાતા શરીરને સજીવન આત્મા કાં ન કહી શકાય ? પણ બાબત એવી છે કે ઇચ્છા, લાગણી વગેરે ગુણે મૃતક શરીરમાં નહિ રહેવાથી એ સાબિત થાય છે કે એ ગુણેનું ઉપાદાન શરીર નથી, પણ બીજું કોઈ તત્ત્વ છે, અને એનુ' નામ આત્મા છે. શરીર, પૃથ્વી આદિ ભૂતસમૂહથી બનેલું ભૌતિક છે, એટલે એ જડ છે, અને જેમ ભૌતિક ઘટ, પટ વગેરે જડ પદાર્થાંમાં જ્ઞાન, ઇચ્છા આદિ ધર્માંની સત્તા નથી, તેમ ભૌતિક જડ શરીર પણ જ્ઞાન, ઇચ્છા આદિ ગુણાના ઉપાદાનરૂપ આધાર હેઇ શકે નહિ.
શરીરમાં પાંચ ઇન્દ્રિયા છે; પરન્તુ તે ઇન્દ્રિયાને સાધન બનાવનાર આત્મા તે ઇન્દ્રિયાથી જુદો છે, કારણ કે ઇન્દ્રિયા દ્વારા આત્મા રૂપ, રસ આદિનું જ્ઞાન કરે છે-ચક્ષુથી રૂપ જુએ છે, જીભથી રસ ગ્રહણ કરે છે, નાકથી ગન્ધ લે છે, કાનથી શબ્દ સાંભળે છે અને ત્વચાથી ( ચામડીથી ) સ્પર્શ કરે છે દૃષ્ટાંત તરીકે જેમ, ચપ્પુથી કલમ અનાવાય છે, પણ ચપ્પુ અને બનાવનાર એ એ જુઠ્ઠા છે, દાતરડાથી કપાય છે, પણ દાતરડું અને કાપનાર એ બે જુદા છે, દીવાથી જોવાય છે, પણ દીવા અને જોનાર એ એ જુદા છે, તેવી રીતે ઇન્દ્રિયથી રૂપ, રસ વગેરે વિષયે ગ્રહણ કરાય છે, પણ ઇન્દ્રિય-ગ્રામ, અને વિષયાને ગ્રહણ કરનાર એ જુદા છે. સાધકને સાધનની અપેક્ષા છે. પણ એથી સાધક અને સાધન એ બે એક હાઈ શકે નહિ. ઇંદ્રિયા આત્માને જ્ઞાન પ્રાપ્ત થવામાં સાધનભૂત છે, એથી સાધનભૂત * પૃથ્વી, જલ, તેજ, વાયુ.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org