________________
જૈન દર્શન
કાળના વિભાગ તરીકે છ આરા બતાવવામાં આવ્યા છે. તીર્થ કરે ત્રીજા-ચોથા આરામાં થાય છે. જે તીર્થકરે કે જે કેવલજ્ઞાનીઓ આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષપદને પામે છે તેઓ ફરીને સંસારમાં આવતા નથી. એથી એ સમજવાનું છે કેસંસારમાં જે જે આત્માઓ તીર્થકર બને છે, તે કઈ પરમાભાના અવતારરૂપે નથી, કિન્તુ સર્વ તીર્થકર જુદા જુદા જ આત્માઓ છે. મુક્ત થયા પછી સંસારમાં અવતાર લેવાનું જૈન સિદ્ધાંતને સમ્મત નથી.
નવ ત જૈન શાને પ્રતિપાદ્ય વિષય છે એ ઉપર કહેવામાં આવ્યું છે. તે નવ ત-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આમ્રવ, સંવર, બન્ધ, નિજર અને મોક્ષ છે.
જીવ, બીજા પદાર્થો જેમ પ્રત્યક્ષ દેખાય છે, તેમ દેખાતે નથી, પરંતુ સ્વાનુભવ પ્રમાણથી જાણી શકાય છે. “હું
* જૈનશાસ્ત્રમાં ઉત્સપિણી અને અવસર્પિણ એ નામના કાળના બે મોટા વિભાગ પાડ્યા છે. આ ઉત્સર્પિણ અને અવસર્પિણમાં સંખ્યા ન થઈ શકે એટલાં વર્ષો પસાર થઈ જાય છે. ઉત્સર્પિણી કાળ રૂપ, રસ, ગબ્ધ, શરીર, આયુષ્ય, બલ આદિ વૈભવમાં ક્રમશઃ ચઢત હોય છે, જ્યારે અવસર્પિણી કાળ તેમાં પડતો હોય છે. પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીના છ વિભાગે પાડવામાં આવ્યા છે. એ પ્રત્યેક વિભાગને આરા (સંસ્કૃત શબ્દ “અર ') કહેવામાં આવે છે. ઉત્સર્પિણી
અને “અવસર્પિણ ને કાલચક્રનું એક પૈડું કપીએ તે એના બાર વિભાગને “આરા’ કહી શકાય. એકના છ આરા પૂરા થાય કે બીજીના આરા શરૂ થાય છે. વર્તમાનમાં ભારતવર્ષ આદિ ક્ષેત્રોમાં અવસર્પિણીનો પાંચમે આરે ચાલે છે, જેને “કલિયુગ” કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org