________________
પ્રથમ ખંડ
: ૩ :
તીર્થકરેના સંબંધમાં જણાવી છે. રાજ્ય નહિ પ્રાપ્ત થયા છત પણ આગળ ઉપર રાજ્ય મળવાનું હોવાથી રાજકુમાર જેમ રાજા કહેવાય છે, તેમ તીર્થકર બાલ્ય અવસ્થાથી કેવલજ્ઞાનધારી નહિ હેવા છતાં અને અતએવ તેઓમાં વાસ્તવિક તીર્થકર નહિ હોવા છતાં પણ, તે જિંદગીમાં તીર્થકર થનાર હોવાથી “તીર્થકર” કહેવાય છે. તેઓ જ્યારે ગ્રહવાસનો ત્યાગ કરી ચારિત્રમાર્ગ સ્વીકારે છે, અને યોગસાધનની પૂર્ણતાએ પહોંચતાં સમગ્ર (ઘાતી) કર્મોવરને ક્ષય થવાથી તેમને જ્યારે કેવલજ્ઞાન પ્રકટ થાય છે, ત્યારે તેઓ તીર્થની સ્થાપના કરે છે. “તીર્થ” શબ્દને અર્થ-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ છે. તીર્થકરના ઉપદેશના આધારે તેઓના સાક્ષાત્ મુખ્ય શિ-જેઓ “ગણધર' કહેવાય છે-શાની રચના કરે છે, જે બાર વિભાગમાં વિભક્ત હોય છે. એનું નામ છે-“દ્વાદશાંગી.” દ્વાદશાંગી એટલે બાર અંગોને સમૂહ. “અંગ” એ તે પ્રત્યેક બાર વિભાગનું-સૂત્રોનું પારિભાષિક નામ છે. “તીર્થ” શબ્દથી આ દ્વાદશાંગી (કૃત) પણ લેવાય છે. આવી રીતે તેઓ તીર્થના કરનાર (ઉક્ત ચતુર્વિધ સંઘના વ્યવસ્થાપક અને “દ્વાદશાંગી”ના પ્રાજક) હોવાથી તીર્થકર કહેવાય છે.
ઉપર બતાવેલી વિશેષતાઓ વગરના કેવલજ્ઞાનધારી વીતરાગ પરમાત્માઓ, તીર્થકરોના વિભાગથી જુદા પડે છે. એને સામાન્ય કેવલી કહેવામાં આવે છે.
વૈદિક પરંપરાનાં ધર્મશાસ્ત્રોમાં “કૃતયુગ” આદિ ચાર યુગોથી કાળના વિભાગે પાડવામાં આવ્યા છે, તેમ, જૈન શામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org