________________
: ૨ ઃ
જૈન દર્શન ચેતન અને જડ અથવા જીવ અને અજીવ એ બે તત્વે પર અધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ પ્રકાશ નાખવા ખાતર એના જ પેટા ભાગનાં બીજાં તો જુદાં પાડી સમજાવવા જૈન શાસ્ત્રકારોએ બહુ પ્રતિપાદન કર્યું છે. એકંદર નવ ત ઉપર જૈનદષ્ટિને વિકાસ છે.
જિન અને જેને
જિન” શબ્દ ઉપરથી “જૈન” શબ્દ બને છે. “જિન” એ રાગ, દ્વેષ આદિ સર્વ દેથી રહિત એવા પરમાત્માએનું સાધારણ નામ છે. “જીતવું' એ અર્થવાળા “જિ” ધાતુથી બનેલું “જિન” નામ રાગ, દ્વેષ આદિ સમગ્ર દેશને જીતનાર એવા પરમાત્માને બરાબર લાગુ પડે છે. અર્હન, વીતરાગ, પરમેષ્ઠી વગેરે “જિન”ના પર્યાય શબ્દો છે. “જિન”ના ભક્તો “જૈન” કહેવાય છે. જિનપ્રતિપાદિત ધર્મ જૈન ધર્મ કહેવાય છે. જૈન ધર્મને આહંત ધર્મ, અનેકાન્તદર્શન, નિર્ચન્યશાસન, વીતરાગમાગ એવાં અનેક નામેથી વ્યવહાર કરવામાં આવે છે.
તીર્થકર
આત્મસ્વરૂપને વિકાસ કરવાને અભ્યાસ પરાકાષ્ઠા ઉપર પહોંચતાં, જે ભવમાં (જન્મમાં) આવરણે વિશ્વસ્ત થવાના પરિણામે જેમને ચૈતન્યવિકાસ પૂર્ણ રૂપે સિદ્ધ થયેલ છે, તેઓ તે ભવમાં પરમાત્મા થયા કહેવાય છે. આ પરમાત્મા એને જૈનશા બે વિભાગમાં બતાવે છે. પહેલા વિભાગમાં તીર્થકરો” આવે છે, કે જેઓ જન્મથી વિશિષ્ટ જ્ઞાનવાળા અને લેકોત્તરસૌભાગ્યસમ્પન્ન હોય છે. અનેક વિશેષતાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org